December 19, 2024

નેત્રંગ નગરમા વકરતો જતો રોગચાળોશરદી,ખાસી,તાવ, વાઇરલ ફીવર ના અસંખ્ય દર્દીઓ ધેરધેર માંદગીના ખાટાલા.રેફરલ હોસ્પિટલ મા દર્દીઓની લાગતી લાંબી કતારો.નગરમા શંકાસ્પદ ડેન્ગ્યુ પોતાનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે.

Share to



નેત્રંગ.  તા.૦૩-૧૦-૨૦૨૩.

નેત્રંગ નગર સહિત તાલુકા ભરમા બદલાતા હવામાન ને કારણે રોગચાળો બેફામ પણે પોતાનો વિકરાળ પંજો ફેલાવતા શરદી, ખાસી, તાવ વાયરલ ફીવર ના દર્દીઓ ના ખાટલા ધેરધેર જોવા મળી રહ્યા છે. તેવા સંજોગોમા રેફરલ હોસ્પિટલ ખાતે ઓપીડી વિભાગમા દર્દીઓ ની દવાઓ લેવા માટે લાંબી કતારો લાગી રહી
છે.
તો બીજી તરફ મચ્છરજન્ય ડેન્ગ્યુ જેવા શંકાસ્પદ કેસો નેત્રંગ નગરમા  સામે આવી રહ્યા છે. ખુદ રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમા જ સફાઇ ના અભાવને લઇ ને પાણીનો ભરાવો થતો હોવાને લઇ ને મચ્છર ઉપદ્રવ નુ કેન્દ્ર બની ગયુ છે.
નેત્રંગ નગર સહિત પંથકમા છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા વાતાવરણ ને લઇને પંથક ભરમા ભારે ઉકળાટ અને બફારાથી લોકો હેરાનપરેશાન થઇ ઉઠીયા છે. તેવા સંજોગોમા ચોમાસ એ પણ ઓછા વરસાદ વરસાવી વિદાય લેતા જ ગરમીનો પારો બે ત્રણ દિવસ થી ૩૫ ડીગ્રી ઉપર જતા ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તેવા સંજોગોમા નગર સહિત તાલુકા ભરમા વાયરલ ફીવર ના કેસો ધરેધરે જોવા મળી રહ્યા છે. જેમા ખાસ શરદી, ખાસી, તાવ ના દર્દીઓ નુ પ્રમાણ વધુ છે. જેને લઈને રેફરલ હોસ્પિટલ સહિત નગરના ખાનગી દવાખાનાઓમા દર્દીઓ ની સારવાર માટે લાંબી કતારો લાગી રહી છે. રેફરલ હોસ્પિટલ માજ રોજના ૧૫૦ થી ૨૦૦ દર્દીઓ ના ઓપીડી વિભાગ મા કેસો નોંધાય છે. રોગચાળો બેફામ પણે ફેલાઇ રહ્યો છે. જેની ઝપટમા ખુદ બોલક હેલ્થ ઓફિસર ડૉ એ.એન.સીંગ, તાલુકા વિકાસ અધિકારી મલેક પણ આવી ગયા છે.
નેત્રંગ નગર મા ઠેરઠેર પાણીની ઉભરાતી ગટરો તેમજ ખાડા ખબોચીયાઓમા ભરાયેલા પાણી અને સફાઇ ના અભાવને લઈ ને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેને લઈ ને ડેન્ગ્યુ, ચીકનગુનીયા, મલેરિયા, ઝેરી મેલેરિયા પોતાનો  જીવલેણ વિકરાળ પંજો ફેલાવી રહ્યા ના કેસો સામે આવી રહ્યા છે.
ગાંધીબજાર વિસ્તાર મા આવેલ જલારામ ફળીયામા શંકાસ્પદ ડેન્ગ્યુ નો કેસ થોડા દિવસો પહેલાં જ બહાર આવ્યા નુ જાણવા મળ્યુ છે.
ત્યારે નેત્રંગ ગ્રામપંચાયત ના સતાધિશો, જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ નેત્રંગ નગર સહિત તાલુકા ભરમા રોગચાળો કાબુ બહાર જાઇ તે પહેલા તકેદારીના પગલા ભરે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*

નેત્રંગ રેફરલ હોસ્પિટલ મા દર્દીઓની લાગતી લાંબી કતારો.
રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડ મા જ સફાઇ નો અભાવ ને લઇ ને પાણીના ખાબોચીયા મચ્છર ઉપદ્રવ નુ કેન્દ્ર બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે.


Share to

You may have missed