જૂનાગઢના ધર્મેશભાઈ મકવાણા ના 21 હજારની કિંમતના બે મોબાઇલ ખોવાઈ ગયા હતા જુનાગઢ પોલીસે સીસી ટીવી કેમેરા દ્વારા શોધીને અરજદારને પરત કર્યા

Share to



જૂનાગઢ માં રૂ. ૨૧,૦૦૦/- ની કિંમતના ૨ મોબાઇલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ.*_

_જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર ધર્મેશભાઇ કિશોરભાઇ મકવાણા જેતપુરના વતની હોય અને જૂનાગઢ જરૂરી કામ અર્થે આવેલ હોય. ધર્મેશભાઇ જૂનાગઢથી જેતપુર જવા માટે ઇકો ગાડીમાં બેસેલ જેતપુર ઇકો ગાડીમાંથી ઉતરતી વખતે તેમનો રૂ.૧૫,૦૦૦/- ની કીંમતનો MI કંપનીનો Redmi note 9 pro મોબાઇલ ફોન તેમજ રૂ. ૬,૦૦૦/- ની કીંમતનો NARZO મોબાઇલ ફોન ઇકો ગાડીમાં ભુલાયેલ હોય,* તે મોબાઇલ ફોનમાં તેમના અગત્યના દસ્તાવેજ તેમજ અન્ય વસ્તુઓ સેવ કરેલ હતી, જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવા મુશ્કેલ હોય અને તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

💫 _જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. વિક્રમભાઇ જીલડિયા, હરસુખભાઇ સિસોદીયા, હિનાબેન વેગડા, એન્જી. નીતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ધર્મેશભાઇ મકવાણા ગાંધીચોકથી જેતપુર જવા માટે જે ઇકો ગાડીમાં બેસેલ તેનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરી તે ઇકો ગડીના રજી નં GJ 11 CD 3326 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઇકો ગાડીના ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછ પરછ કરતા બંને મોબાઇલ ફોન તેમની પાસે હોવાનુ જણાવેલ, પોલીસ દ્રારા ઇકો ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ હતો નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ધર્મેશભાઇ મકવાણાના રૂ. ૨૧,૦૦૦/- ની કિંમતના ૨ મોબાઇલ ફોન રીકવર કરી ગણતરીની કલાકોમાં શોધી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ધર્મેશભાઇ મકવાણાએ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો….*_

નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૨૧,૦૦૦/-ની કીંમતના ૨ મોબાઇલ ફોન ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે….

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to