December 11, 2023

વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં જંગલની જમીનના પ્રશ્નોનો ઉકેલ લવાશે : ધારાસભ્ય

Share to



* વલી મુકામે ધારાસભ્ય રિતેશભાઇ વસાવાની આગેવાનીમાં બેઠક યોજાઈ

* જંગલની જમીન બાબતે આદિવાસી સમાજ અસમંજસની સ્થિતિમાં

તા.૩૦-૦૮-૨૦૨૩ નેત્રંગ.

ભરૂચ જીલ્લામાં આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં વષૉથી જંગલની જમીનના પ્રશ્નો બાબતે આદિવાસી સમાજમાં અસમંજસની સ્થિતિમાં જણાઇ રહ્યો છે.જંગલની જમીનની સનદ,હક્કપત્રો અને ખેડાણ અંગેના વિવિધ પ્રશ્નોનો વર્ષૉથી ઉકેલ આવ્યો નથી.રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ અને આદિવાસી સમાજના આગેવાનોમાં વષૉથી ઘષઁણ ચાલી રહ્યું છે.જેના કાયમી સમાધાન માટે ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાની આગેવાનીમાં જંગલની જમીન બાબતના પડતર પ્રશ્નોના બાબત ભરૂચ વનવિભાગના અધિકારીઓ સાથે મહત્વપુણઁ બેઠક યોજાઇ હતી.વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના આદિવાસી આગેવાનોએ ધારદાર રજુઆત કરી હતી.ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ જંગલ જમીન બાબતે આદિવાસી સમાજની માંગણી પુરી કરવા રાજ્યકક્ષાએ રજુઆત કરવા અને પડતર પ્રશ્નોનું કાયમી પરીણામલક્ષી સમાધાન કરવા માટેનું આશ્વાસન આપતા આદિવાસી સમાજમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed