December 18, 2024

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે યોજાયો દક્ષિણ ગુજરાતનો ભવ્ય રોજગાર મેળો

Share to



અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે તા. 22 મી ઓગસ્ટ 2023 ના રોજ આગાખાન રૂરલ પ્રોગ્રામ દ્વારા સંયુક્ત રીતે સહભાગીદારી થી દક્ષિણ ગુજરાતનો ભવ્ય રોજગાર મેળો યોજાયો હતો. આ રોજગાર મેળામાં દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લાના વિદ્યાર્થીઓ તેમજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગના વિદ્યાર્થીઓએ વિવિધ કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ કાર્યક્રમ માં Quest Alliance, Amazon, Flipkart, Rajhans Cinema, Wellspun India જેવી કંપનીઓના પ્રતિનિધિઓએ આ કોલેજમાં આવી આ વિસ્તારના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લઈ તેમાંથી ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરી હતી. 300 જેટલા વિદ્યાર્થીઓએ આ વિવિધ કંપનીઓમાં જુદી જુદી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ આપ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત કરતા કાર્યક્રમના અતિથિવિશેષ શ્રી રફીક મલેક, તાલુકા વિકાસ અધિકારી, નેત્રંગએ વિદ્યાર્થીઓને પ્રેરક પ્રવચન આપ્યું હતું. SBI નેત્રંગના બ્રાન્ચ મેનેજર શ્રી હિરેનભાઈએ આ ઉમેદવારોને વિવિધ સ્કીલ શીખવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં આગાખાન રૂરલ પ્રોગ્રામના એરિયા મેનેજર શ્રી રાજેન્દ્ર પટેલ અને સ્કિલ મેનેજર શ્રી રાજેશ સિંહ અને પૌલ મેકવાને જોડાઈને વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. જી આર પરમાર ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનું સમગ્ર આયોજન પ્લેસમેન્ટ સેલના અધ્યક્ષ પ્રો. વિક્રમ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સંચાલનમાં કોલેજના પ્રો.અરવિંદ મયાત્રા, ડૉ. જશવંત રાઠોડ, પ્રો. નરેશ વસાવા, ડૉ. અજીત પ્રજાપતિ, પ્રો. દક્ષા વળવી, પ્રો. ગીતા વળવી, પ્રો. રજની ગામીત, પ્રો. ધર્મેશ ચૌધરી પ્રો. કાર્તિક ચૌધરી, પ્રો. અનિલ કાથોડ વગેરે એ સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. અત્રે એ નોંધ પાત્ર છે કે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ વિદ્યાર્થીઓની કારકિર્દી માટે પ્રયાસો કરતી દક્ષિણ ગુજરાતની એક એક ઉત્તમ સરકારી સંસ્થા તરીકે કામ કરી રહી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed