એક ટ્રકમા કતલખાને લઇ જવાતા ૧૪ પશુઓને પોલીસે બચાવ્યા.ભરૂચ વિભાગ માંથી મોટા પ્રમાણમા નેત્રંગ પોલીસ સ્ટેશન ના હદ વિસ્તાર માંથી પશુઓની મહારાષ્ટ્ર તરફ થતી હેરાફેરી.

Share to

નેત્રંગ તાલુકાની થવા ચેકપોસ્ટ પરથી.

નેત્રંગ પોલીસે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર ના ધુલીયા ખાતે કતલખાને લઇ જવાતા પશુઓ ભરેલ ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ટ્રક ના ડાઇવર કંન્કટર ને ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય આરોપી ને ફરાર જાહેર કરાયો છે.
બીજી તરફ ભરૂચ વિભાગ માંથી નેત્રંગ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર માંથી બેરોકટોક પશુઓની મહારાષ્ટ્ર તરફ હેરાફેરી ચાલી રહી હોવાનુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે. જેને લઈ પ્રજામા રોષ જોવા મળી રહ્યો છે.
નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા જમાદાર લીમજી બાવાભાઈ, પોલીસ કમઁચારીઓ રાજેશ ગવલીયાભાઈ તેમજ ચંપક હરીસીંગભાઈ તેમજ સ્ટાફ નાઇટ પ્રેટોલીગમા હતા, તે દરમિયાન એક ટ્રક પશુઓ ભરીને મહારાષ્ટ્રના ધુલીયા ખાતેના કતલખાને લઇ જવાતા હોવાની બાતમીના આધારે પોલીસે થવા ચેકપોસ્ટ પાસે વોચઁ ગોઠવી હતી.
દરમિયાન ટ્રક કે જેનો નંબર જીજે- ૦૯ – વાય ૯૭૭૪ આવતા તેને રોકી તપાસ કરતા ખીચોખીંચ ભરેલા પશુઓ ( ભેંસો ) મળી આવ્યા હતા, જેમના માટે ટ્રકમા કોઈ પણ પ્રકારનો ધાસચારાની વ્યવસ્થા નહતી, પોલીસે સદર ટ્રક માંથી ૧૪ પશુઓ ( ભેંસો ) જેની કિંમત રૂપિયા ૨,૮૦,૦૦૦/= ટ્રક ની કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦/= મોબાઇલ નંગ એક જેની કિંમત રૂપિયા ૫,૦૦૦/= મળી કુલ્લે રૂપિયા ૯,૮૫,૦૦૦/= નો મુદામાલ જપ્ત કરી  ડાઇવર કંડક્ટર ને ઝડપી લઇ તેમની સામે કાયઁવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપીઓમા (૧) પ્રદીપ ચંદસિંગ ગણપત વસાવા ટ્રક ડ્રાઈવર રહે ગુંદીયા તા,વાલીઆ જી.ભરૂચ. (૨ ) અકમ નાથુ મોળી મુલતાની રહે ઝંખવાવ તા, માંગરોળ જી. સુરત.
વોન્ટેડ મુખ્ય આરોપી (૧ ) ઇમ્તિયાઝ અલારખા મુલતાની રહે ઝંખવાવ તા, માંગરોળ જી. સુરત.

*વિજય વસાવા નેત્રંગ*


Share to