





માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાજ્ય મંત્રીમંડળના સાથી મંત્રીશ્રીઓની સાથે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને ઘાટલોડીયા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું. રાષ્ટ્રભક્તિથી સભર વાતાવરણમાં માનનીય શ્રી અમિતભાઈએ પ્રેરણાદાયી ઉદ્બોધન કરીને દેશની યુવા પેઢીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના અનુસાર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ માટે સમર્પિત બનવાનું આહવાન કર્યું. ભારતની આઝાદી માટે બલિદાન આપનાર વીરોનું પુણ્ય સ્મરણ કરીને તેમણે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાવા માટે સૌ નાગરિકોને અનુરોધ કર્યો.
આ અવસરે, પોલીસ બેન્ડના સંગીત, પ્લાટૂન કમાન્ડોની આગેવાનીમાં વિવિધ પોલીસ દળોની પરેડ અને નાગરિકોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ઊર્જામય બની ગયું હતું.
આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને આપણે સૌ અમૃતકાળમાં પ્રવેશી રહ્યા છીએ. અમૃતકાળ આપણા સૌ માટે કર્તવ્યકાળ છે. બધા જ દેશવાસીઓ પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે તો આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્વપ્નનું ભારત અવશ્ય બનાવી શકીશું. ‘મેરી માટી, મેરા દેશ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનની આ વર્ષે ભવ્ય ઉજવણી દેશભરમાં થનાર છે ત્યારે સૌ નાગરિકો તેમાં ઉત્સાહભેર ભાગ લે તેવી આગ્રહભરી લાગણી વ્યક્ત કરું છું.
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*