December 18, 2024

અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ લોકસભા ચૂંટણી લડવા તૈયાર, ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી,

Share to



કોંગ્રેસ નાં દિવંગત દિગ્ગજ નેતા પટેલની પુત્રી તેમના પિતાના ગઢ ગણાતા ગુજરાતના ભરૂચમાંથી 2024ની લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. કોંગ્રેસ-આપ ગઠબંધનના અહેવાલો વચ્ચે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના લોકસભા ચૂંટણીની ઉમેદવારી માટે દાવા બાદ હવે અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પણ ચૂંટણી લડવા મક્કમતા દર્શાવી છે. સ્થાનીક મીડિયા સાથે વાતચીતમાં મુમતાઝ પટેલે કહ્યું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરવા તૈયાર છે અને આ માટે તેઓ છેલ્લા 2 વર્ષથી તૈયારી પણ કરી રહ્યા છે. મુમતાઝે ચૂંટણી લડવાના દાવાને મજબૂત કરતા ઉમેર્યું હતું કે અહેમદ પટેલ છેલ્લી 2 ટર્મમાં વર્ષ 2014 અને 2019ની ચૂંટણી લડવા માંગતા હતા પણ અમે પરિવારે તેમને અટકાવ્યા હતા પણ હવે તેમની ઈચ્છા હું પૂર્ણ કરવા માંગુ છું. આમ છતાં જો ટિકિટ કપાશે તો પણ તે કોંગ્રેસ માટે જ પુરજોશમાં પ્રચાર સહિતના કામમાં જોતરાશે તેવી તમણે જાહેરાત કરી હતી.


DNS NEWS BHARUCH


Share to

You may have missed