December 11, 2023

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા N. S. S. અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ‘ મેરી માટી મેરા દેશ ‘અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું

Share to

જયદિપ વસાવા,ડેડીયાપાડા



સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ના એન. એસ. એસ. તથા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ દ્વારા ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલીની શરૂઆત દેડીયાપાડા બસ ડેપો ખાતે કોલેજના આચાર્ય ડૉ.અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં કરવામાં દ્વારા કરવામા આવી હતી. આ રેલી દેડીયાપાડા નગર ના વિવિધ રસ્તા ઉપર રેલીનું આયોજન કરેલ હતું. આ રેલી દેડીયાપાડા બસ ડેપો થી થઇ લીમડા ચોક, ચાર રસ્તા થી હાટ બજાર પર એનું વિસર્જન કરવામાં આવી. વિદ્યાર્થીઓએ અભિયાનને લગતા વિવિધ બેનરો વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવ્યા હતા. આમ આ અભિયાનમાં સકારાત્મક રીતે ભાગ લઇ દેડિયાપાડા ગ્રામજનોને એક સંદેશ પુરો પાડ્યો હતો.


Share to

You may have missed