October 4, 2024

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની રાજ્યકક્ષાની ઉજવણીમાં સમાજના આગેવાનો અને નાગરિકો સાથે સહભાગી થઈને આદિવાસી ભાઈબહેનોને આજના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

Share to



માનગઢ હોય કે પાલ ચિતરીયા.. ભારતની આઝાદીની લડતમાં આદિવાસી સમાજના વીરોએ આપેલી આહુતિનો ઈતિહાસ સાક્ષી છે. આજના આ અવસરે આદિવાસી સમાજના શહીદોના બલિદાનનું સ્મરણ કરી સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કર્યા.

આ અવસરે, આદિજાતિ પેટા યોજના અંતર્ગત રૂ. 637 કરોડના વિવિધ કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ. 419 કરોડના કામોનું ઈ-ખાતમુહુર્ત કર્યું. આ ઉપરાંત, આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તેમજ આદિવાસી પરિવારોને આવાસ સહાયનું વિતરણ કર્યું.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુઓના સર્વાંગીણ વિકાસનો માર્ગ ગુજરાતના વનબંધુ વિકાસથી દેશને બતાવ્યો છે. આઝાદીનો અમૃતકાળ દેશના આદિવાસી સમાજ માટે વિકાસનો અમૃતકાળ બનશે.


Share to

You may have missed