ચૈતર વસાવા ગુજરાતમાં આમ -કોંગ્રેસના ગઠબંધન અંતર્ગત લડશે લોકસભા 2024ની ચૂંટણી

Share to



ગુજરાત રાજકારણના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી છે કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. લોકસભા 2024માં ગુજરાતમાં આપ- કોંગ્રેસના ગઠબંધન INDIA.માં ચૈતર વસાવા ચૂંટણી લડશે. મનસુખ વસાવા સામે ચૂંટણી લડવાની ચૈતર વસાવાએ જાહેરાત કરી છે.

લોકસભા ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હજુ ગઇકાલે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણી લવાનું છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે હવે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લવાના છે તેવી માહિતી સામે આવી છે. જો કે ગઠબંધન અંગે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જો કે આમ આદમી પાર્ટી દ્વારા હવે ચૈતર વસાવાની આપ અને કોંગ્રેસના LN.D..A. ગઠબંધન હેઠળ ચૂંટણી લડાવવામાં આવે તેવી માહિતી મળી છે.

ચૈતર વસાવાએ જણાવ્યુ કે લોકસભા ચૂંટણી મે જાતે લડવાની ઇચ્છા વ્યકત કરી છે. અહીંના લોકોના ઘણા પ્રશ્નો છે અને લોકો પણ ઇચ્છી રહ્યા છે કે અહીંની સમસ્યાઓનો હલ લાવવામાં હું મદદ કરુ, ચૈતર વસાવાએ તેમ પણ જણાવ્યુ હતુ કે જો ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન ન થાય પછી પણ હું ભરુચમાંથી લોકસભા ચૂંટણી લડવા તૈયાર

મહત્વનું છે કે જો આપ અને કોંગ્રેસ અલગ થઇને લડે તો મત વહેંચાઇ જાય તેમ છે. તેવામાં ચૈતર વસાવા આદિવાસી વિસ્તારનો એક મજબૂત ચહેરો માનવામાં આવે છે. ત્યારે બીજી તરક આપ-કોંગ્રેસ ..D.I.A. ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડે તેવા પણ સમાચાર સામે આવેલા છે. ત્યારે ચૈતર વસાવા ભરુચ બેઠક પરથી ચૂંટણી લડે તેવી પુરેપુરી શકયતા જોવા મળી રહી છે.


Share to