ગુજરાતના દરિયામાંથી ઝડપાયું ડ્રગ્સનું સૌથી મોટુ કન્સાઇનમેન્ટગુજરાતના દરિયાઇ માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાના સંખ્યાબંધ મામલા તાજેતરમાં બહાર આવ્યા

Share to


(ડી.એન.એસ),અમદાવાદ,તા.૧૩
ગુજરાતના દરિયાઇ માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાના સંખ્યાબંધ મામલા તાજેતરમાં બહાર આવ્યા છે ત્યારે ફરી એક વાર ગુજરાતના દરિયાનો રસ્તા તરીકે ઉપયોગ કરવા ડ્રગ માફિયાઓ સક્રિય બન્યા છે. મળેલી માહિતી મુજબ ઇન્ડિયન નેવીના ઇન્ટેલિજન્સ યુનિટ અને દ્ગઝ્રમ્એ ગુજરાતના દરિયામાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવીને અંદાજે ૨૫૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. જેની આંતરરાષ્ટ્રિય બજારમાં ૧૨ હજાર કરોડની કિંમત હોવાનું મનાઇ રહ્યું છે. સુત્રોએ કહ્યું કે આ ડ્રગ્સ ઇરાનથી આવી રહ્યું હતું અને ગુજરાતના દરિયા કાંઠે પહોંચે તે પહેલાં જ તેને દરિયામાંથી જ ઝડપી લેવાયું છે. સમગ્ર મામલાની વધુ માહિતીની રાહ જાેવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે હજું ગઇ કાલે જ રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમની પાસેથી ૨૧૭ કરોડનું હેરોઇન ઝડપાયું હતું. આ ડ્રગ્સને પાકિસ્તાનથી મોકલાયું હતું અને એક નાઇજીરીયન વ્યક્તિ તેને દિલ્હી લઇ જવાનો હતો.


Share to