December 23, 2024

નેત્રંગ પોલીસે અલગ અલગ ત્રણ ગામોમાંથી જુગાર રમતી મહિલા સહીત ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે

Share to



નેત્રંગ પોલીસ મથકનો પ્રોહીબીશન જુગારના ડ્રાઈવના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાંચસીમ ગામમાં રહેતો હસમુખ દલસુખ વસાવા પોતાના ઘરે ફરક આંકનો જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી હસમુખ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય જુગારીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી જયારે આવી જ રીતે આટખોલ ગામના બે સ્થળોએ ૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે જુગાર રમતી લલીતા વિનોદ વસાવા અને વિજય છોટુ વસાવાને ઝડપી પાડ્યા હતા તો અન્ય બે જુગારીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

*DNS NEWS વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed