December 22, 2024

ઝગડીયા તાલુકાના બોરજાઇ અને મોરતળાવ વચ્ચે ટ્રેકટર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા યુવાન નું મોત.

Share to

ઝઘડીયા તાલુકાના ગુંડેચા ગામમાં રહેતા મહેન્દ્ર ખાલપા વસાવાનો પુત્ર ૨૩ વર્ષીય અંકિત વસાવા પોતાની બાઇક નંબર-જી.જે.૧૬.ડી.એચ. ૫૨૫૭ લઇ ઝઘડિયા જી.આઇ.ડી.સી.ની અનુપમ રસાયણ કંપનીમાં નોકરી ઉપર જવા નીકળ્યો હતો તે દરમિયાન બોરજાઇ ગામ પાસે ખોડીયાર માતાજી મંદિરથી મોરતળાવ વચ્ચે પુરપાટ ઝડપે ટ્રેકટર નંબર- જી.જે.૧૬.આર. ૮૯૫૩ના ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને ૧૦૮ સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા માર્ગમાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે ઝઘડિયા જી.આઇ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed