December 22, 2024

જિલ્લા પંચાયત, ભરૂચ દ્વારા નવા ચૂંટાયેલ ધારાસભ્યોનો સત્કાર સમારંભ યોજાયોભરૂચના સાસંદ શ્રી મનસુખભાઈ વસાવાની આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિજિલ્લા પંચાયતની પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર કરતાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી

Share to


———–
ભરૂચ:ગુરુવાર: જિલ્લા પંચાયત,ભરૂચ દ્વારા આજે જિલ્લામાં નવા ચૂંટાયેલ ધારાસભ્યોનો સત્કાર સમારંભ યોજાયો હતો.
આ સમારંભમાં સ્વાગત પ્રવચન કરતાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ભારે મતથી વિજેતા બનેલા જિલ્લાની પાંચેય બેઠકોના ધારાસભ્યોને પ્રજાલક્ષી કામ જિલ્લાની વહિવટી પાંખ સાથે સંકલન કરીને સહજતાથી પાર પડે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખ વસાવાએ શાબ્દિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, દેશના લોકલાડિલા પ્રધાનમંત્રીની આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા નવા ચૂંટાયેલ ધારાસભ્યોને પ્રજા વચ્ચે જઇને પ્રજાની સમસ્યાને સમજીને તેને ઉકેલવા હિમાયત કરી હતી.જિલ્લાના દરેક તાલુકા તથા ગામડામાં રહેતી પ્રજા વચ્ચે રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોચે તે માટે પણ ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓને જણાવ્યું હતું
નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પણ આ પ્રસંગે જિલ્લાના વિકાસ માટે વહિવટી પાંખ સાથે સહકાર આપીને પ્રજાલક્ષી કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જાષીએ જિલ્લામાં ચાલતી પ્રજાલક્ષી યોજાનાઓની માહિતી પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન મારફતે પૂરી પાડી હતી. આભારવિધી શ્રી એ વી ડાંગી એ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યો સર્વ શ્રી રમેશભાઈ મીસ્ત્રી, શ્રી અરૂણસિંહ રણા,શ્રી ડી કે સ્વામી,શ્રી ઈશ્વરસિંહ પરમાર તથા અન્ય પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed