December 23, 2024

વર્ષોથી કરોડો લોકોની પસંદ રહેલા બિસ્કીટ નવા રંગ રૂપમાં આવ્યું, હવે નવા પેકિંગમાં!..

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૪
આ દેશમાં ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે, જેણે પારલેજી બિસ્કીટનો સ્વાદ ન ચાખ્યો હોય. બાળપણની આદત હોવાના કારણે આજે પણ ઘણા લોકો આ બિસ્કીટ સિવાય અન્ય કોઈ બિસ્કીટને હાથ લગાવતા નથી. પણ હાલના દિવસોમાં આ પાર્લેએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. કારણ છે નવું પેકેટ અને નવી ફ્લેવર. ટિ્‌વટર પર પાર્લે-જીના નવા પેકેટને લઈને અમુક યુઝર્સ ફની રિએક્ટ કરી રહ્યા છે, તો અમુક લોકો બાળપણની યાદો તાજી કરી રહ્યા છે. આ બધું ત્યારે શરુ થયું જ્યારે એક ટિ્‌વટર યુઝર જ્રર્રદ્ઘીદૃર્ઙ્મ પારલે-જીના એક પેકેટની તસ્વીર શેર કરીને લખ્યું. દોસ્તો આ નવું પારલે-જી હાલમાં આવ્યું છે. જેમ કે આપ તસ્વીરમાં જાેઈ શકો છો કે, આ નોર્મલ દેખાતું લાલ પેકેટ નથી. મોટા ભાગના ટિ્‌વટર યુઝર્સ પારલેના આ અવતારને જાેઈને ચોંકી ગયા હતા. ત્યાર બાદ નેટિજન્સની વચ્ચે નવા પેકેટ અને ફ્લેવરને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. આમ તો યુઝર્સનું કહેવું છે કે, પાર્લેએ થોડા મહિના પહેલા જ પોતાના બિસ્કિટ્‌સના કેટલાય ફ્લેવર લોન્ચ કર્યા છે અને આ પેકેટ પણ તેનો જ ભાગ છે. કેટલાય યુઝર્સે એ બતાવાની કોશિશ કરી છે કે, પારલેના આ નવા બિસ્કીટ ચાર મહિના પહેલા આવ્યા છે. તો વળી કોઈએ લખ્યું કે, આ છે આપણા બાળપણનું સાથી. આને તો બાળપણની યાદો તાજી કરી દીધી.


Share to

You may have missed