December 23, 2024

જૂનાગઢ માં ગુમ થયેલ CANON 200D ડીઝીટલ કેમેરો જેની કિંમતરૂ. ૬૦,૦૦૦/- છે જૂનાગઢ પોલીસે સીસીટીવી કેમેરા દ્રારા ગણતરીની કલાકોમાં શોધીને અરજદાર મૂળ માલિક વીરેન કામળીયાને પરત અપાવ્યો

Share to




💫 *જૂનાગઢ પોલીસ દ્વારા_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા અરજદારનો ગુમ થયેલ CANON 200D ડીઝીટલ કેમેરો ગણતરીની કલાકોમાં નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ._*

💫 _અરજદાર વીરેન કામળીયા જૂનાગઢ જીલ્લાના રહેવાસી હોય અને પરીવાર સાથે જૂનાગઢ શહેરમાં ફરવા આવેલ હોય અને કાલરીયા સ્કૂલથી શક્કર બાગ જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ, ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથેનો એક થેલો ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ જે બેગમાં CANON 200D ડીઝીટલ કેમેરો પણ હતો જેની કી. રૂ. ૬૦,૦૦૦/- જેટલી હોય, જે કેમેરામાં વીરેન અને તેમના પરીવાર ભૂતકાળમાં પ્રવાસે ગયેલ હોય તેના ફોટો ગ્રાફસ પણ સેવ થયેલ હતા, જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમના પરીવારના સભ્યો વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ એ ડીવીઝનના પી.આઇ. એમ.એમ.વાઢેરને કરતા પી.આઇ. એમ.એમ.વાઢેર દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

💫 _*જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

💫 _જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, કુસુમબેન મેવાડા, એન્જીનીયર નીતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વીરેન અને તેમનો પરીવાર કાલરીયા સ્કૂલથી જે ઓટો રીક્ષામાં બેઠેલ તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા વીરેન જે ઓટો રીક્ષામાં બેઠેલ તે ઓટો રીક્ષાના નં GJ 07 VV 2298 શોધી કાઢવામાં આવેલ._

💫 _નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ઓટો રીક્ષા ચાલકને શોધી ઉક્ત થેલો કે જેમાં વીરેન અને તેમના પરીવારનો રૂ. ૬૦,૦૦૦/- ની કીંમતના ડીઝીટલ કેમેરા સહીતના સામાનનો થેલો જૂનાગઢ પોલીસ દ્રારા શોધી આપેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાના કીંમતી સામાનનો થેલો સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને વીરેન દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો…._

💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ અરજદાર સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા રૂ. ૬૦,૦૦૦/-ની કીંમતના સામાનનો થેલો ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી *“પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…_

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed