પોલીસ મારુ અપહરણ કરી હત્યા કરવા માંગે છે: ડેડીયાપાડા બેઠક ના આપ ના ઉમેદવાર ની ચૂંટણી પંચ મા લેખિત ફરિયાદ

Share toઈકરામ મલેક:નર્મદા.

નર્મદા જિલ્લાની 149 વિધાનસભા બેઠકના ઉમેદવાર નામ આર્મી પાર્ટીના ચૈત્રરભાઈ વસાવા ને ગતરોજ 28 નવેમ્બરના રાત્રે નર્મદા પોલીસ દ્વારા જંગલ મા અધવચ્ચે રોકી વાહનો ચેક કરવાની ઘટનાનો વિડિઓ સામે આવ્યો હતો. ત્યારે આ બાબતે ડેડીયાપાડા 149 વિધાનસભા બેઠક ના આપ ના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા પોલીસ પોતાનું અપહરણ કરી હત્યા કરવાનો ગંભીર આરોપ લગાવતા આ મુદ્દે ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરતા નથી ખળભળાટ મચી જવા પામેલ છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈત્ર વસાવા ચૂંટણી પંચમાં કરેલી લેખિત ફરિયાદમાં નર્મદા જિલ્લા પોલીસવડા સહિત LCB પો.ઇન્સ અને ડેડીયાપાડા સી.પી.આઈ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વગેરેનાઓ સામે પોતાના અપહરણ કરી હત્યા કરવાનો કારસો રચવાની ફરિયાદ કરી છે.


Share to