December 23, 2024

ભેસાણ ના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા ચાલું સાલ વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના ખેડુતોની મોલાત બચાવવા નર્મદાના પાણીથી જળાશયો ભરવા તેમજખેડૂતોને ૧૬ કલાક વીજળી આપવા મુખ્યમંત્રીને રજુઆત કરી

Share to


*ચાલું સાલ વરસાદ ખેંચાતા સૌની યોજનાની પાઇપ લાઇન મારફતે નર્મદાના પાણીથી જળાશયો ભરવા અને ખેડુતોની મોલાત બચાવવા હંગામી ધોરણે આઠને બદલે ૧૬ કલાક વીજળી આપવાં બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરતા લોકલાડીલા ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા.*

મારા મતવિસ્તારના વિસાવદર ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માં ચાલું સાલ વરસાદ ખેંચાતા ખેડૂતોએ મોંઘા ખાતર બિયારણ લઇને વાવણી વાવેલ વાવણી પસી વરસાદ ખેંચાતા પાણી વગર ખેડૂતોની કુમળી મોલાત સુકાઈ રહી છે ત્યારે તો ખેડૂતોનો સિંચાઇ માટેની પોતાની મોલાત બચાવવાં માટે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સૌની યોજનાની પાઇપ લાઇન મારફતે આ તમામ નાના મોટાં જલસાયો ચેકડેમો તળાવો નદી કે વોકલાઓ જ્યાં વાળ મુકેલ છે ત્યાંથી ભરવામાં આવે તો ખેડુતોના કૂવા કે બોરના તળમા પાણી લાગવાથી ખેડુતો સિંચાઈ દ્વારા પોતાની કુમળી મોલાત બચાવી સકસે

સરકાર ઘણો ખર્ચો કરીને સૌની યોજનાની પાઇપ લાઇન પહોંચાડી છે તો આવાં સમયે આ યોજના કામ ન આવે તો ક્યારે આવે આત્યરે વરસાદ ખેંચાયો છે ત્યારે આં જળાશયો પાણી વગર ખાલીખમ પડ્યા છે જેથી અત્યારે જ આ જળાશયો ભરવાની જરૂરિયાત છે તેમજ હાલ ખેડૂતોને ખેતીવાડી ફિડરોમાં આઠ કલાક જ વીજળી આપવામા આવે છે

સરકાર દ્વારા હંગામી ધોરણે ખેડૂતોનો ૧૬ કલાક વીજળી આપવામા આવે તો કોઇ ખેડૂતને બિન પિયત જમીન હોઈ તો આજુબાજુના ખેડુતોના બોર કે કૂવાની મદદથી પાઇપ લાઈ નો લંબાવીને પિયત કરી પોતાની મોલાત બચાવી સકે તે મારા મતવિસ્તાર સહીત સમગ્ર સૌરાષ્ટ્ર ના ખેડુતો વતી મારી અરજ સ્વીકારીને તાત્કાલિક ઘટતું કરવા વિનંતી.

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed