December 22, 2024

વગર પાસ પરમીટે કતલખાને લઇ જવાતા ગૌવંશ સહિત વાહન સાથે મુદામાલ અને બે ઇસમોને ઝડપી પાડતી દામનગર પોલીસ ટીમ

Share to

*અમરેલી*
ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ અમરેલી તથા ના.પો અધિ ભંડારી સાહેબ સી.પી.આઇ અમરેલીનાઓ ના સુચના અને માર્ગદર્શન મુજબ *દામનગર પો.સબ.ઇન્સ*
*શ્રી વાય.પી.ગોહીલ સાહેબ* તથા પો.કોન્સ.ગોકળભાઇ તેજાભાઇ કાળોતરા તથા પો.કોન્સ વરજાગભાઇ રામભાઇ મુળીયાસીયા તથા દામનગર પોલીસ સ્ટાફનાં માણસો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન *ગોકળભાઇ તેજાભાઇ કાળોતરા* ને બાતમીરાહે હકિકત મળેલ કે ગૌવંશ કતલખાને લઇ જવા માટે ગૌવંશ ભરેલ આઈસર દામનગર ટાઉન ભુરખીયા ચોકડી થી પસાર થનાર છે ત્યારે દામનગર પોલીસ દ્વારા ભુરખીયા ચોકડી વોચ ગોઠવી આઈસર ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં આઈસર નંબર GJ-14-X-6811 ડ્રાઈવર નું નામ ઠામ પુછતાં હરેશભાઈ રમેશભાઈ ધુજીયા ઉ.વ.૨૮ ધંધો- ડ્રાઈવર રહે.રસનાળ (ઢસા) તા.ગઢડા જી. બોટાદ સાથે કલીનર સીટ ઉપર બેઠેલા ઇસમનું નામ ઠામ પુછતાં નૌસાદ (ઉર્ફે લાલો) હબીબભાઇ સૈયદ ઉ.વ.૩૫ રહે.દામનગર ધાચી વાડ તા.લાઠી જી.અમરેલી રહે બન્ને ની પુછપરછ કરી આઈસર ને ચેક કરતા આઠ ગાય એક આખલો એક વાછરડો હોય જે ખીચોખીચ ભરેલ તેમજ ગળા ના ભાગે થી ટુકા ટુકા દોરડા ઓથી કુરતા પૂર્વક બાંધી દયનીય સ્થિતિ માં રાખી પાણી કે ઘાસચારા ની વ્યવસ્થા રાખેલ નો હોય જેથી *દામનગર પોલીસ સ્ટેશન નાં એ.એસ.આઇ જયદેવભાઈ રમેશભાઈ હેરમાં* દ્રારા ફરીયાદી બની ૦૧ ગાય તથા ૦૧ આખલાની કી રૂ.૧૦૦૦૦/- લેખે ગણી વાછરડા ની કી રૂ.૨૦૦૦/- ગણી કુલ-૧૦ ગૌવંશની કિ રૂ.૯૨૦૦૦/- તથા આઈસર ની.કી.રૂ.૫૦૦૦૦૦/- ગણી કુલ રૂ.૫.૯૨.૦૦૦/- મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

*આ સમગ્ર કામગરીમાં દામનગર પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ. શ્રી વાય.પી.ગોહિલ સાહેબ તથા દામનગર પોલીસ ટીમ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં*
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to

You may have missed