December 22, 2024

અમરેલી જીલ્લાના બાબરામાં ભાજપનાં સદસ્ય પાણી પુરવઠા બોર્ડ ની પાઈપ લાઈન ચોરી કરી લઈ જતા રંગે હાથ ઝડપી લીધા.

Share to


તા.૨-૭-૨૧ ના રોજ મોડી રાત્રે બાબરા નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપી સદસ્ય શંભુભાઈ મોહનભાઇ પાંચાણી અને સથી સદસ્યો દ્વારા ખાનગી જે સી બી દ્વારા ખાનગી ટ્રેકટર નંબર GJ14M 4386 માં નગરપાલીકાની મોટી પાઇપલાઇન લઈને ભાવનગર રોડ તરફ જઈરહ્યા હતા ત્યારે બાબરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ મારૂ અને કોંગ્રેસ અગ્રણી અમીત જોગેલ દ્વારા વાહનનો પીછો કરી રોકવામાં આવેલા ત્યારે નગરપાલિકા સદસ્યય શંભુભાઈ દારૂ પીધેલી હાલતમાં હતા. અમિતભાઇ અને ખીમજીભાઈ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળેલ કે પાલિકા પ્રમુખ પતિ લાલિતભાઈ આંબલિયા ના કહેવાથી પાઇપલાઇન લાઈનો ખાનગી કામ અર્થે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને ત્યારબાદ પાઇપલાઇન ભરેલ ટ્રેકટર બાબરા પોલીસ મથકે લઈ ગયા હતા જે અમરેલી જીલ્લા સેવાદલ પ્રમુખ અમિતભાઇ જોગેલ દ્વારા જણાવવામાં આવેલુ..
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to

You may have missed