December 22, 2024

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડીસીએમ શ્રીરામ લિમિટેડ-ઝધડીઆ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરાયો

Share to


રાજ્યમંત્રી શ્રી ઇશ્વરભાઈ પટેલ દ્વારા ઓક્સિજન પ્લાન્ટની રીબીન કાપી લોકસેવામાં અર્પણ કરાયું
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શનિવાર :- ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આગામી કોરોનાની સંભવિત લહેરનેધ્યાનમાં રાખી ડીસીએમ શ્રીરામ લિમિટેડ – ઝધડીઆ ધ્વારા રૂા.૮૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ઓક્સિજન પ્લાનનું સહકાર રાજય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઇ ચૌધરી જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા, ડીસીએમ શ્રી રામ લિમિટેડના શ્રી બી.એમ.પટેલ ઉપસ્થિત રહયા હતા.
મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને ધણા બધા વ્યકિતઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના દિવંગત આત્માને શાંતિ માટે હું પ્રભુ પ્રાર્થના કરૂ છું. તેમણે કહયું કે કોરોનાને અટકાવવા માટે આપણે સૌએ સાવચેતી રાખવાની છે. બીજા વેવમાં જે પ્રમાણે ઓક્સિજની જરૂરિયાત વધી હતી એ પ્રમાણે ભગવાન કરે ત્રીજી વેવ ના આવે. કોરોના મહામારીના સમયમાં અનેક સેવાભાગી સંસ્થાઓએ અને ઔધોગિક એકમોએ દાનની સરવાણી વહેવડાવી સાચા અર્થમાં સમાજ પ્રત્યે કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટીના દર્શન કરાવ્યા એ બદલ જિલ્લાના ઉદ્યોગપતિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમણે આ વેળાએ ડીસીએમ શ્રી રામ લિમિટેડનો પણ આભાર વ્યકત કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. એમ ડી મોડિયાએ જણાવ્યું કે ગુજરાત દરેક આફતને અવસરમાં પલટાવવામાં આગળ રહ્યું છે. જિલ્લાના ઉદ્યોગપતિએ જે નિઃસ્વાર્થ સેવા સાથે ખૂબ મદદ કરી છે એ બદલ ઉઘોગપતિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે જિલ્લામાં ૧૫ જેટલા ઓકસીજન પ્લાન્ટ આપણી પાસે ઉપલબ્ધ છે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના પ્રમુખશ્રી અમીતભાઇ ચાવડા, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો.એસ.આર.પટેલ,ડીસીએમ શ્રીરામ લિમિટેડ- ઝધડીયાના અધિકારીગણ, આગેવાન પદાધિકારીઓ,સિવિલ હોસ્પિટલના સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed