October 17, 2024

અંકલેશ્વરના શખ્સને અશ્લીલ ફોટા-વિડીયો જાેવા ભારે પડ્યું

Share to


(ડી.એન.એસ)ગાંધીનગર,તા.૦૮
ગુજરાત રાજ્યની ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગતી ટીમ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તે શહેરમાં મોકલી આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત ગાંધીનગર રેન્જને ચાઈલ્ડ પોર્નગ્રાફી ટીપ લાઈનની સીડી મોકલી આપવામાં આવી હતી. જેનું ટેકનિકલ એનાલિસ કરતા ૨૫મી એપ્રિલ ૨૦૨૦ના રોજ મોબાઇલ મારફતે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ફોટા વીડિઓ શેર કરવામાં આવ્યા હતા. આથી મોબાઇલ ધારકને કચેરીએ બોલાવીને પૂછતાંછ કરવામાં આવતાં તેણે પોતાનું નામ અનિલકુમાર લલનરામ (અંકલેશ્વર, મૂળ ઝારખંડ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં સાયબર ક્રાઇમ પોલીસે તેના મોબાઈલ ફોનનો ડેટા રીટ્રાઈવ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે ચાઈલ્ડ પોર્ન ફોટા-વીડિઓ મળી આવ્યા હતા. જે અંગે તેની વધુ પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરી હતી કે, વર્ષ ૨૦૨૦માં હિંમતનગર ખાતે નોકરી કરતો હતો. આ સમય દરમિયાન વોટ્‌સઅપ ઉપર ચાઇલ્ડ પોર્નગ્રાફીનાં ફોટા વીડિઓ આવતાં તેણે ડાઉનલોડ કરીને જાેયા હતા. જે પછી તેને આગળ શેર કર્યા હતા. આથી તેના વિરુદ્ધ ચાઇલ્ડ પોર્નોગ્રાફી એક્ટ હેઠળ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.વર્ષ ૨૦૨૦માં વોટ્‌સઅપમાં આવેલા ચાઈલ્ડ પોર્નોગ્રાફી ફોટો-વીડિઓ જાેઈને પોતાના મોબાઈલમાં રાખનાર અંકલેશ્વરનાં શખ્સ ભારે પડી ગયું છે. બે વર્ષ પછી સાયબર ક્રાઇમ પોલીસે શખ્સનાં મોબાઇલનો ડેટા રીટ્રાઈવ કરીને તેના વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.


Share to

You may have missed