December 22, 2024

દેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વેચાણ અને હેરા-ફેરીના કુલ ૩૭ ગુનાઓના કુલ કિંમત રૂપીયા ૨૭,૯૪,૯૧૫/- ના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ મુદામાલનો નાશ કરતી દેડીયાપાડા પોલીસ.

Share to


દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણની ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા સારૂ દેડીયાપાડા પોલીસ દ્વારા અવાર નવાર કેસો શોધવાની કામગીરી કરવામા આવેલ છે અને સને ૨૦૨૦- ૨૧ ના વર્ષમાં નોંધાયેલ ઇંગ્લીશ દારૂના કૂલ ૩૭ ગુનાઓનો કુલ મુદ્દામાલ જેમાં વિદેશી બોટલ નંગ ૧૯૯૬૦ કિમત રૂપીયા ૨૩,૯૪,૬૨૫/-, બીયર નંગ – ૧૪૩૨ કિમત રૂપીયા ૧,૪૩,૨૦૦/- હોલ નંગ – ૪૦૫ કિમત રૂપીયા ૧,૯૩,૦૯૦ /- મળી કુલ જથ્થો કિમત રૂપીયા ૨૭,૩૦,૯૧૫/- નો મુદ્દામાલ શ્રી ડી.એસ.બારીઆસાહેબ સબ ડીવીઝનલ મેજેસ્ટ્રેટ શ્રી દેડીયાપાડા, શ્રી રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી,તથા શ્રી પી.પી.ચૌધરી સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી દેડીયાપાડા, નશાબંદી અને આબકારી ખાતાના અધિકારી શ્રી તથા શ્રી એચ.વી.તડવી પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી દેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓની હાજરીમા દેડીયાપાડા નજીક આવેલ રાલ્દા ગામની સીમમા નાશ કરવામા આવ્યો.

રીપોર્ટ – વિશાલ પટેલ,ડેડિયાપાડા


Share to

You may have missed