December 18, 2024

નેત્રંગ તાલુકાના ૬૦ ગામોમાં નેટવર્કના ધાંધિયાથી ગરીબ પરીવારના બાળકોનું ભવિષ્ય અંધકારમય,

Share to


* શાળાઓ બંધ હોવાથી વિધાથીૅઓ ઓનલાઈન અભ્યાસ કરવા નેટવર્ક શોધતા ફરે છે,

તા.૨૭-૬-૨૦૨૦ નેત્રંગ,

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના સાતપુડા ડુંગરના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી મોદી સરકારે નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો.નેત્રંગ તાલુકો બન્યાને લાંબો સમય પસાર થવા છતાં આજદિન સુધી કોઇપણ મોબાઇલ કંપનીનું નેટવર્ક સારી રીતે આવતું નથી.નેત્રંગ ગામની સીમની પાસે આવેલા કેલ્વીકુવા,મોરીયાણા,બોરખાણી,
ચંદ્રવાણ,કાંટીપાડા,વડપાન અને ફોકડી ગામ માત્ર ૧ કિમી ત્રિજ્યામાં આવેલ હોવા છતાં કોઇપણ કંપનીનું નેટવર્ક પકડાતું નથી.ત્યારે અંતરિયાળ વિસ્તારના ગામો જેવા કે,વાંકોલ,વણખુંટા,આંજોલી, ચિકલોટા,ભેંસખેતર,મૌઝા,પીંગોટ,જાંબુડા,યાલ જેવા ઘણાખરા ગામોમાં સતત મોબાઇલ નેટવર્કના ધાંધિયા જણાઈ રહ્યા છે,

ડિજિટલ ઇન્ડીયાની વાતો કરનાર મોદી સરકાર અને તેના નેતાઓ આ બાબતે નેત્રંગ તાલુકામાં નિષ્ફળ ગયા હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.કોઇપણ પ્રકારાની મોબાઇલ કંપનીનું નેટવર્ક નહીં આવતું હોવાથી ટેલીફોનીક વાતચીત થઇ શકતી નથી,વાતચીત કરવા માટે નેત્રંગ તાલુકા મથક સુધી આવવું પડે છે.આરોગ્યલક્ષી ઇમરજન્સીના કામ માટે ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપકૅ થઇ શકતો.હાલમાં વૈશ્વિક મહામારીના કારણે શાળા-કોલેજો બંધ હોવાથી બાળકો શાળા જઇ શકતા નથી.અભ્યાસ નહીં બગદે તે માટે ઓનલાઈન અભ્યાસ શરૂ કરાયો છે.શિક્ષકો ધ્વારા એકમ કસોટી અને હોમ લનિૅગના પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે,ત્યારબાદ ઓનલાઈન લિંક મોકલવામાં આવે છે,લિંક ખોલીને વિધાથીૅઓ અભ્યાસ કરતાં હોય છે.પરંતુ નેટવર્કના ધાંધિયાથી અભ્યાસ થતો નથી,અને વિધાથીૅઓ ઓનલાઈન અભ્યાસ કરવા નેટવર્ક શોધતા ફરે છે.આ કડવી વાસ્તવિકતા છે.

* બોક્સ :- મોબાઇલ કંપનીઓ ગ્રાહકોના ખિસ્સા ખાલી કરી રહી છે,

નેત્રંગ તાલુકાના ૭૮ ગામોમાંથી અંદાજીત ૨૫ હજાર જેટલા લોકો મોબાઇલ વાપરતા હશે,અને દર મહિને લાખો રૂપિયાનું ઇન્ટરનેટ અને વિવિધ પ્રકારના પ્લાનનું રિચાજૅ કરાવતા હશે.સતત નેટવર્કના ધાંધિયા હોવાથી દરરોજ ગ્રાહકો મોબાઇલનો ઉપયોગ કરી શક્તા ન હોવાથી લાખો રૂપિયાનો નફો કરી લેય છે.અને ગ્રાહકોને છેતરીને પોતાના ખિસ્સા ભરે છે,આ બાબતે ગ્રાહકોમાં રોષ જણાઇ રહ્યો છે.

*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ*


Share to

You may have missed