December 22, 2024

પોસ્ટ ઓફિસના ૫૦ કમૅચારીઓના માથે સતત જીવનું જોખમ

Share to


* નેત્રંગ તાલુકો બન્યા બાદ પણ મુખ્ય પોસ્ટ ઓફિસ વષૉથી નાનકડી ખંડેર ઓફિસમાં ચાલે છે 


તા.૪-૧૨-૨૦૧૮ નેત્રંગ,


પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર ધ્વારા ભરૂચ જીલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી ૭૮ ગામોને અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવવામાં આવ્યો હતો,જેમાં નેત્રંગ તાલુકો બનતાની સાથે જ દિવ્યભવ્ય તાલુકા સેવાસદન,તા.પંચાયત,આરોગ્યલક્ષી સામુહિક આરોગ્ય કેન્દ્ર,પોલીસ સ્ટેશન અને મહિલા આઇટીઆઇ જેવી સરકારી ઇમારતોનું નિમૉણ થઇ ચુક્યું છે,પરંતુ તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસની કાયાપલટ કરવામાં સરકારીતંત્ર પાસેે ફુરસત નહીં હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.જેમાં નેત્રંગ તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસ વષૉથી જીનબજાર વિસ્તારમાં જીનવાળી ચાલીમાં આવેલા નળીયાવાળા ખંડેર ઓરડીમાં ચાલી રહી છે,અને પોસ્ટ માસ્ટરને રહેવા માટેનું એક નાનું મકાન પણ ફાળવવામાં આવ્યું છે.આ પોસ્ટ ઓફિસની સાથે તાલુકાભરની અન્ય નાની બ્રાંચ ૨૫ જેટલી પોસ્ટ ઓફિસ પણ જોડાયેલી છે.અને દરેક વિસ્તાયના ટપાલ સહિતના વ્યવહારો આ પોસ્ટ ઓફિસથી થાય છે.અને ૫૦ લોકોનો સ્ટાફ કામ કરે છે.વષૉ જુના મકાનમાં ચાલતી કચેરીને લઇને કમૅચારીઓ,એજન્ટો અને આમ લોકોને ધણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.  


* બોક્સ :- નવી પોસ્ટ ઓફિસના નિમૉણ માટે જગ્યાની ફાળવણી,પરંતુ કામગીરી આગળ વધતી નથી,


   નેત્રંગ તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસના નિમૉણ માટે નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર જરૂરી જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે.અને જવાબદાર અધિકારીઓની કામગીરી પ્રત્યેની નિષ્કાળજીના કારણે આગળ કામગીરી અટકી પડી છે.તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે,જ્યારે આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીની નવી પોસ્ટ ઓફિસના નિમૉણની કામગીરી શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે.


*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ*


Share to

You may have missed