December 22, 2024

નેત્રંગમાં ખાળકુવામાં વાછરડું પડતા રહીશોએ બહાય કાઢ્યુંમુંગા વાછરડાનો જીવ બચ્યો,ભારે જહેમત ઉઠાવી પડી

Share to


તા.૨૭-૬-૨૦૨૧ નેત્રંગ

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-ડેડીયાપાડ રોડ ઉપર આવેલ ક્રિષ્ના ભોજનાલયની પાછળના ભાગે એક ખાડકુવો આવેલ છે.જે ખાડકુવાની બાજુમાંથી પસાર થતાં રસ્તા ઉપરથી ઢોર-ઢાકર ઘાસચારો ચરવા પસાર થતાં હોય છે.એકાએક એક વાછરડું ૧૫ ફુટ ઉંડા ખાડાકુવામાં પડી ગયું હતા.જે બાબતની જાણ સ્થાનિક રહીશોને થતાં ઘટનાસ્થળ પર ઉમટી પડ્યા હતા.ખાડાકુવામાં પડી ગયેલા વાછરડાને બહાર કાઢવા માટે સ્થાનિક રહીશોએ વાછરડાના ગળાના ભાગે દોરડું બાંધી બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી.આખરે વાછરડું હેમખેમ બહાર નીકળ્યું હતું.અને બહાર કાઢવા દરમ્યાન શરીર ઉપર નાની-મોટી ઇજાઓ પોંહચી હતી.મુંગા વાછરડાનો જીવ બચતા સ્થાનિક રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ


Share to

You may have missed