October 1, 2024

આફ્રિકન રાષ્ટ્ર કોંગોની રાજધાની કિન્શાસામાં મોટી દુર્ઘટના‘હાઈ-વોલ્ટેજ’ પાવર કેબલની ઝપેટમાં આવવાથી ૨૬ લોકોના મોત

Share to



(ડી.એન.એસ),કોંગો,તા.૦૩
આફ્રિકના કોંગોની રાજધાની કિન્શાસામાં, ‘હાઈ-વોલ્ટેજ’ પાવર કેબલની ઝપેટમાં આવવાથી ૨૬ લોકોના મોત થયા છે.જેમાંથી મોટા ભાગના સ્થાનિક બજારમાં કામ કરતા હતા,મહિલાઓ પણ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. વડા પ્રધાન સમા લુકોન્ડેએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે માતાડી કિબાલા માર્કેટમાં ‘હાઈ-વોલ્ટેજ’ વાયર પડવાને કારણે વીજળીનો કરંટ લાગવાથી ઘણા લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં ૨૪ મહિલાઓનો સમાવેશ થાય છે. કોંગોના નેશનલ એસોસિએશન ઓફ આર્કિટેક્ટ્‌સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અકસ્માતને ટાળી શકાયો હોત. આફ્રિકન દેશ કોંગોમાં સતત બીજા દિવસે મોટી દુર્ઘટના જાેવા મળી રહી છે. મંગળવારે, આતંકવાદીઓએ વિસ્થાપિત લોકોના કેમ્પ પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા ૬૦ લોકો માર્યા ગયા. લોકોને તિક્ષ્ણ હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટના દેશના અશાંત ઇતુરી પ્રાંતની છે. જે દેશના પૂર્વ ભાગમાં છે. અહીં મે ૨૦૨૧થી સરકારે કડક નિયંત્રણો લાગુ કર્યા છે. કોંગોમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની રહી, પરંતુ આ પહેલા પણ ક્રિસમસ દરમિયાન લોકો પર હુમલા થયા હતા. ત્યારબાદ એક હુમલાખોરે રેસ્ટોરન્ટને નિશાન બનાવ્યું હતું. જેમાં છ લોકોના મોત થયા હતા. બોમ્બ ધડાકા બાદ ભીષણ ગોળીબાર પણ થયો હતો. જેના કારણે ત્યાં હાજર લોકો ગભરાઈને અહીં-ત્યાં ભાગવા લાગ્યા હતા. આ હુમલો ઉત્તર કિવુ પ્રાંતમાં થયો હતો. પ્રાંતના ગવર્નરના પ્રવક્તા જનરલ સિવેન ઇકેન્ગેએ બાદમાં જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષા દળોએ તેને ભીડમાંથી પસાર થતો અટકાવ્યો ત્યારે હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી.નેશનલ ઇલેક્ટ્રિસિટી કંપનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બુધવારે સવારે જાેરદાર વાવાઝોડા દરમિયાન બજારમાં વીજળી પડી હતી. કંપનીએ પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. સ્થાનિક વિક્રેતા ચાર્લીન ત્વાએ કહ્યું, ‘અમે એક ચર્ચમાં ભેગા થયા હતા અને વરસાદ બંધ થવાની રાહ જાેઈ રહ્યા હતા. પછી અચાનક અમને જ્વાળાઓ દેખાઈ અને અમે બૂમો પાડી ભગવાન, અમારી રક્ષા કરો. જ્યારે અમે બહાર આવ્યા, તો માલ વેચતા તમામ લોકો જમીન પર પડ્યા હતા.સરકારના પ્રવક્તા પેટ્રિક મુઆયાએ કહ્યું કે, બજારને ખાલી કરવાનું કામ શરૂ થઈ ગયું છે.


Share to

You may have missed