* નેત્રંગને વિકાસશીલ તાલુકાની ૨ કરોડની ગ્રાન્ટ ફાળવવા વનમંત્રીની સરકારમાં રજુઆત
* પુવઁમુખ્યમંત્રી આનંદીબેન પેટેલે ૨ કરોડની ગ્રાન્ટ વિકાસ માટે જાહેરાત કરી હતી
તા.૨૫-૦૬-૨૦૨૧ નેત્રંગ.
પ્રાપ્ત માહિત મુજબ મોદી સરકારે સન ૨૦૧૨ માં ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતા.નવો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ કરોડો રૂપિયાને ખચઁ બનેલ તાલુકા સેવા સદન અને સામુહિક આરોગ્ય કેન્દ્રનું લૉકાપઁણ કરવા માટે પુવઁમુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવ્યા હતા,અને વાજતે-ગાજતે બંને ઇમારતોનું લૉકાપઁણ અને નેતાઓએ જોરશોરથી ભાષણબાજી કરી હતી.જેમાં પુવઁમુખ્પમંત્રી આનંદીબેન પટેલે નવા નેત્રંગ તાલુકાને વિકાસશીલ તાલુકો જાહેર કયૉ હતો,અને તાલુકાના વિકાસ માટે ૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિકાસ માટે જાહેર કરતાં આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ પરીવારોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.પરંતુ કમનસીબે નેત્રંગ તાલુકો બન્યાને આટલો લાંબો સમય પસાર થવા છતાં સંવેદનશીલ સરકારનો પારદર્શક વહીવટ કરનાર નેતાઓએ વિકાસશીલ નેત્રંગ તાલુકાને એક પૈસો આપ્યો નથી.આ કડવી વાસ્તવિકતા છે.માત્રને માત્ર જોરશોરથી જાહેરાતો ગરીબ લોકોની લાગણી દુભાવવામાં આવી હતી.નેત્રંગ તા.પંચાયતના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ્ય કાયઁવાહી કરી નહતી.તેના કારણે ગ્રાન્ટના અભાવે નેત્રંગ તાલુકાનો વિકાસ રૂંધાયો હતો.આ બાબતે નેત્રંગ તા.પંચાયતના પ્રમુખ લીલાબેન વસાવાએ વનમંત્રી ગણપતભાઇ વસાવાને રજુઆત કરી હતી.અને વનમંત્રીએ નેત્રંગને વિકાસશીલ તાલુકાની ૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લેખિત રજુઆત કરી હતી.આવનાર સમયમાં વિકાસશીલ તાલુકાના ગ્રાન્ટ ૨ કરોડ રૂપિયા આવશે કે નહીં તે જોવાનું રહ્યું હતું.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ