December 22, 2024

જૂનાગઢ પોલીસ. દ્વારા ભાવનગર જિલ્લાનાં માતા પિતાને કહ્યા વગર ભાગીને આવેલા યુવક યુવતીનું તેના પરિવાર સાથે મિલન કરાવતી જૂનાગઢ પોલીસ

Share to


.💫 _જૂનાગઢ શહેરમાં મોતીબાગ સર્કલ ખાતે રાત્રી દરમ્યાન એક યુવાન અને યુવતી બેસેલા મળી આવતા, નાઈટ રાઉન્ડમાં રહેલા જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે. ગઢવી, એ.એસ.આઈ. મેહુલભાઈ, કરણસિંહ પો.કો. આઝાદસિંહ, ચેતનસિંહ, સહિતની ટીમ દ્વારા પૂછપરછ કરતા, સંતોષકારક જવાબ નહીં આપતા, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ હતા…._

💫 _*જુનાગઢ રેન્જ ના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા માટે, અવાર-નવાર જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને લોક ઉપયોગી કાર્યો કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. *જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોક ઉપયોગી કાર્યો કરી, પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ જળવાઈ અને પ્રજા પોલીસની નજીક આવે ઉપરાંત, પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, તેવા પ્રયત્નો કરવામાં આવે* તેવો ઉદ્દેશ ધરાવે છે…_

💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે. ગઢવી, એ.એસ.આઈ. મેહુલભાઈ, કરણસિંહ પો.કો. આઝાદસિંહ, ચેતનસિંહ, સહિતની ટીમ દ્વારા મળી આવેલ યુવક યુવતીને તેનું નામ પૂછતાં, પ્રથમ તો કાંઈ જાણતો નહીં હોવાનું જણાવેલ. બાદમાં પોલીસ ટીમ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતા, પોતે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રહેવાસી હોવાનું અને પોતાનું નામ યોગેશ વલ્લભભાઈ સોલંકી ઉવ. 18 રહે. ઉજળવાવ તા. ઉમરાળા જી. ભાવનગર તથા યુવતીનું નામ શાંતાબેન ભોલાભાઈ ઉવ. 18 રહે. લીમડા ગામ તા. ઉમરાળા જી. ભાવનગર હોવાનું લગ્ન કરવા માટે પોતાના માતાપિતાને કહયા વગર ભાગીને આવેલા હોવાનું જણાવેલ. તેની પાસેથી તેના કુટુંબીજનોના મોબાઈલ નંબર આધારે તેના પિતા તથા ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે ભાવનગર પોલીસ સાથે સંપર્ક કરવામાં આવતા, ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે તેના ઘરના સભ્યો દ્વારા જાણ કરેલ હોઈ, તેના પરિવારજનો તથા ઉમરાળા પોલીસ ઉમરાળાથી નીકળી તાબડતોબ જૂનાગઢ આવેલ અને *જૂનાગઢ પોલીસને મળી આવેલ યુવક યુવતીનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ યુવક યુવતી હેમખેમ મળતા, પરિવારજનો છોકરાઓને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર* માનેલ હતો…._

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી મળી આવેલ યુવક યુવતીને સામેથી તેના પરિવારજનોને સોંપી, પરિવાર સાથે મિલન કરાવી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરી, આના કારણે પોલીસ અને પ્રજા એકબીજાની નજીક આવે તેવા પ્રયત્નો કરવાની *જૂનાગઢ પોલીસની સેવાકીય કામગીરીની જુનાગઢ વિસ્તારમાં ઠેરઠેર પ્રશંસા* થઈ રહી છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed