December 22, 2024

જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી ને લઇ પાણી માં ભજીયા બનાવી મોંઘવારી નો વિરોધ કરવા માં આવ્યો

Share to


આજ રોજ જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા
જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ ની સુચના અનુસાર જુનાગઢ શહેર મહીલા કોંગેસ પ્રમુખ શારદાબેન કથીરીયા ની આગેવાની મા દિવસે ને દિવસે વધતી જતી *મોઘવારી નો વિરોધ કરવાનો કાર્યક્રમ* રાખવામાં આવેલ.
“बहुत हुई महगाई की मार” ના રૂપાળા સૂત્રથી સત્તા પર બેઠેલી મોદી સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી ને લઇ પાણી માં ભજીયા બનાવી મોંઘવારી નો વિરોધ કરવા માં આવ્યો.
આ કાર્યક્રમ માં મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી શારદાબેન કથીરિયા,વર્ષાબેન લીંબડ,કારીબેન, રેહમતબેન તેમજ જુનાગઢ શહેર ના તમામ મહિલા કોંગેસ કાર્યકરોએ તેમજ કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો એ ખાસ ઉપસ્થિત રહ્યા.

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જુનાગઢ


Share to

You may have missed