December 18, 2024

હેડિંગ : ગ્રામ પંચાયતમાં બની રહેલા રસ્તાની ગુણવત્તા સુધારવાની વાત કહેતા યુવક ને સરપંચના પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાયી.

Share to


ડેડીયાપાડા તાલુકાના સોલિયા ગ્રામ પંચાયતમાં થતાં આર સી સી રસ્તાના બાંધકામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી રસ્તાનું કામકાજ બરોબર ચાલતું ન હોવાનું રજુઆત સરપંચ ના પતિ ને ગામના યુવકે કરતાં તેમજ યુવક દ્વારા આર ટી આઈ અંતર્ગત માહિતી માંગતા સરપંચ અને તેના અંગત માણસો અને પુત્ર દ્વારા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ દિનેશ રતન વસાવા રહે. સોલિયા તા.ડેડીયાપાડા એ તારીખ 19 મે ના રોજ ગામમાં થઈ રહેલા આર સી સી રસ્તા ની ગુણવત્તા બરોબર ન જળવાતી હોવાનું ફોન દ્વારા ગામના સરપંચ મીરાંબેન ના પતિ ચૈતર વસાવા ને જણાવ્યું હતું. ત્યાર બાદ 5 જૂન ના રોજ દિનેશ વસાવા દ્વારા ગ્રામ પંચાયત ના તલાટીને આરટીઆઈ અંતર્ગત અરજી આપેલ હતી આ અરજી બાબતે ચૈતરભાઈ ને જાણ થઇ હતી. જે બાબત ની રીસ રાખી ગામના હરેશભાઇ વસાવા એ દિનેશભાઈ જોડે ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ ફરિયાદી દિનેશભાઇ ને વારંવાર ચૈતરભાઈ અને તેમના બે પુત્રો અજયભાઈ અને રિપતેશ ભાઈ દ્વારા ફોન પર ધમકી આપી મા બેન સમાણી ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપતા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયી હતી.


Share to

You may have missed