December 22, 2024

ઝઘડિયા જીઆઇડીસીની આરતી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર પાસે ખડણી માંગી માર મારનાર બે ખંડણીખોરો સામે ફરિયાદ નોંધાઈ

Share to


ઝઘડીયા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ફરિયાદી રાકેશ નૈશાદ દલાલનુ આરતી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ચાલે છે,આ કોન્ટ્રાક્ટમાં કામ કરતા લેબરોને હિતેશ ઉર્ફે કાળિયો બકોર પટેલ રહે. તલોદરા અને પ્રકાશ દિવેડી નામના બે ઈસમો આરતી કંપની નજીક ચોકડી પાસે રોકી લાકડીના સપાટા વડે માર મારી કોન્ટ્રાક્ટમાંથી બે ટકા હપ્તો આપી કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા અથવા હપ્તો ના આપવો હોયતો કોન્ટ્રાકટ બંધ કરવા ધમકી આપી હતી, આરતી કંપનીમાં પાઇનેર સ્કેફોલ્ડિંગ અને પેઈન્ટંગ કોન્ટ્રાક્ટમાં કામ કરતા લેબર કોન્ટ્રાક્ટર તેમજ સુપરવાઈઝરને બન્ને ખંડણીખોરો આરતી કંપની નજીક ચોકડી પર રોકી મારમારી સુપરવાઇઝરને જણાવેલ કે આરતી કંપનીમાં કામ કરવો હોયતો દર મહિને બે ટકા હપ્તો આપવો પડશે નહીં તો કોન્ટ્રાક્ટ બંધ કરી દો, લેબર કોન્ટ્રાકટરને મારમારતા બંન્ને ઇસમો વિરૃધ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ ઝઘડિયા પોલીસે ખંડણી ખોરો વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી…


રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed