September 3, 2024

ભેસાણ તાલુકા શિક્ષક સંઘ દ્વારા કોવિડની ત્રીજી લહેર આવે તેની પહેલાજ સારવાર માટે બેલાખ આઠ હજાર રૂપિયાનું અનુદાન કરાયું

Share to


ભેસાણ તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોનું સરાહનીય પગલું, ભેસાણની બે સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓને બે લાખ કરતાં પણ વધારે રકમની સહાય કરવામાં આવી.

ભેસાણ તાલુકામાં ફરજ બજાવતાં સરકારી પ્રાથમિક શાળાના નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે આનુષંગિક વ્યવસ્થા માટે બે લાખ જેવી રકમની સહાય કરવામાં આવી.
ભેસાણ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો હર હંમેશ સેવાકીય કાર્યોમાં આગળ પડતા રહ્યા છે. સંભવિત તૃતીય લહેરનો સામનો કરવા માટે સાંપ્રત સરકાર પણ રાત દિવસ ખડેપગે રહીને તૈયારીઓ કરી રહી છે ત્યારે ભેસાણ તાલુકામાં બે સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ ભુપતભાઈ ભાયાણી અને નીતીનભાઇ રાણપરીયા દ્વારા પણ ભેસાણ ખાતે ભેસાણ સહિત આસપાસના જિલ્લાઓના લોકો માટે કોવિડ કેર આઈસોલેશન સેન્ટર શરૂ કરીને ખુબ જ સરાહનીય સેવાકાર્ય કરેલ તેમજ સંભવિત તૃતીય લહેરનો સામનો કરવા માટે પણ તેઓ ખડે પગે હોય ત્યારે આ સંસ્થાઓને જરૂરી વ્યવસ્થાના ભાગરૂપે મદદરૂપ થવા માટે “ફુલ નહિ તો ફુલની પાંખડી” સ્વરૂપે કર્મભૂમિનું ઋણ ચૂકવવા તમામ શાળાના શિક્ષકોએ 1000 અર્પણ કરી આશરે બે લાખ જેવી માતબર રકમ આ બંને અગ્રણીઓને બી.આર.સી ભવન ખાતે આજ રોજ અર્પણ કરવામાં આવી.
આ તકે ભેસાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અનિલભાઈ પટેલ, બીઆરસી શ્રી બાલુભાઈ ભલગરીયા, જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ સુરેશભાઈ ખુમાણ,તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઇ કહોર અને મહામંત્રી શ્રી બાઘુભાઈ ડોબરીયા, ભેસાણ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ નરેન્દ્ર ભાઈ ભુવા અને મહામંત્રી ગૌરાંગભાઈ જેઠવા, પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ ચુનીલાલ વાઘેલા અને મંત્રીશ્રી કે.કે ચાવડા વગેરે સંઘના હોદ્દેદારો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed