December 20, 2024

કોરોના મહામારીથી આર્થિક ભરડામા જકડાયેલ ભરુચના કોચિંગ ક્લાસિસના સંચાલકો માટે વિવિધ રાહતો અંગે ભરૂચ એકેડેમિક એસોસિએશન (BhAA) દ્વારા વહિવટી તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી

Share to

ભરૂચ
———————————
કોરોના મહામારી ના કારણે જ્યારે સમગ્ર વ્યવસાયી જગતે ખૂબ જ માઠા પરિણામોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આત્મનિર્ભર બની પોતાની રીતે આ કપરી પરિસ્થિતિ નો સામનો કરી રહેલ ભરુચ શહેરના કોચિંગ ક્લાસીસ પણ તેમાંથી બાકાત નથી રહ્યા..

ગત આખા વર્ષ દરમિયાન જ્યારે ઓનલાઈન શિક્ષણ પ્રવર્તમાન હતું ત્યારે કોચિંગ ક્લાસીસના સંચાલકોએ શાળાઓ જોડે ખભે ખભા મિલાવીને, બાળકોના શૈક્ષણિક વર્ષને બચાવી લેવામાં એક જવાબદાર ભૂમિકા નિભાવી હતી. પરંતુ કોચિંગ ક્લાસીસ એ એક વ્યવસાયિક એકમ હોવાથી તેના સંચાલકો આત્મનિર્ભર પણે પોતાનો જીવનનિર્વાહ નિભાવે છે. આજે કોરોના મહામારી ની અસર સતત બીજા શૈક્ષણિક વર્ષમાં પણ જોવા મળી રહી છે ત્યારે ભરૂચ એકેડેમિક એસોસિએશન( BhAA)દ્વારા કલેકટર કચેરી ખાતે ભરૂચ શહેરના કોચિંગ ક્લાસીસ માટે વિવિધ રાહતો રજુ કરવા સાથે ટ્યુશન ક્લાસ ખોલવાની મંજૂરી મળે તે માટેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

” એક શિક્ષક શાળામાં ભણાવે કે કોચિંગ ક્લાસ માં ભણાવે, તે મૂળભૂત રીતે શિક્ષક જ રહેશે. અને સમાજના ઘડતર માટે પોતાની જવાબદારીમાંથી ક્યારે પાછો હટશે નહીં. સમાજની પણ જવાબદારી છે કે સમાજના વિદ્યાર્થીઓના જીવનની દિશા આપનાર શિક્ષકોને તેમના મુશ્કેલ સમયમાં સહાનુભૂતિ નહીં પણ સહાયતાનો હાથ આગળ ધરે.” તેમ ભરૂચ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ શ્રી ભાવિનભાઈ પટેલે જણાવ્યું હતું. અત્રે ઉપસ્થીત એસોસિયેશનના ઉપપ્રમુખ, પ્રવક્તા તથા ખજાનચી શ્રી એ પણ શ્રી ભાવિનભાઈની વિચારોમાં પોતાની સહમતી રજૂ કરી હતી.

અત્રે નોંધવું રહ્યું તે આજ રોજ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં કલેકટરશ્રી ને આ અંગેના આવેદન આપવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ભરૂચ એકેડેમિક એસોસિએશન દ્વારા પણ આવેદન આપવામાં આવ્યું હતુ.

#DNSNEWS REPORT


Share to

You may have missed