છેવાળાનાં ગ્રામ્ય વિસ્તારોમાં હલકી ગુણવત્તાનાં કામો થવાનો ગ્રામ જનોનો આક્ષેપ. ભ્રષ્ટાચારની સુગન્ધ આવી રહી છે.
પાવીજેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા જેવી પ્રાથમીક સુવિધાઓ પુરી પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે અહીની પ્રજાને રસ્તા ના કારણે ખુબજ તકલીફ પડતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ખાસ કરીને પાવીજેતપુર તાલુકામાં આવેલ ધોરી સામલ થી ભીખાપુરા ને જોડતો રસ્તો જે વાયા સટુંન થી બાર ગામને જોડતો મુખ્ય રસ્તો હોવાથી લોકો ની કાયમ આ રસ્તા ઉપર ભારે અવર જવર રહે છે આ રસ્તો બન્યા ને ઘણો લાંબો સમય થયો છે અને રસ્તો જ્યારથી બન્યો ત્યારથી આજદિન સુધી રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી તેમજ રસ્તાની આજુબાજુ બિન જરૂરી કાંટાળા ઝાડવાઓ ઉગેલ છે. જેની સાફ-સફાઇપણ કરવામાં આવતી નથી જેના કારણે રસ્તો સાંકડો થઇ ગયેલ છે તેમ જ ઘણી જગ્યાએ રસ્તો તૂટી ને ખરાબ થઇ ગયેલ છે અને ડામર ઉખડી ગયેલ છે. તથા મોટા મોટા ખાડોઓ પડી ગયેલ છે. આ રસ્તા પર વાહનોની સતત અવર જવર રહે છે.તેથી ઘણી વખત સામસામે વાહન આવી જાય તો મુશ્કેલી પડે છે જેથી આ રસ્તો બંને સાઇડ બે ફૂટ પહોળો કરી સફાઈ કરી ડામર કરવાની ઘણી તાતી જરૂરિયાત છે. પરંતુ સત્તાવાળાઓને આ બાબતે મૌખિક રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં આ બાબતે કોઈ ના પેટ નું પાણી હાલતું નથી પણ વાહન ચાલકો અને ખાસ કરી મહિલા અને ઉંમર લાયક લોકો માટે પેટ ના દુખાવાનું કારણ જરૂર બની રહ્યો છે તો આ બાબતે વહેલામાં વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવા સર્વે જનતાની માંગ અને વિનંતી છે આ રસ્તા ઉપર ડુંગરભીત, લુણાજા,ઘાટા, કુંડલ,ચેથાપુર,આબાખુંટ, વસંતગઢ, સટૂંન અને ખેડા જેવા ગામડાઓ આવેલા છે. અને અહીંથી બાળકો અભ્યાસ અર્થે પાવીજેતપુર અને છોટાઉદેપુર સુધી ટ્રાવેલિંગ કરી ને જાય છે તેઓ માટે એસ ટી બસ ની સુવિધાઓ તો પૂરતા પ્રમાણમાં નથી જ પણ રસ્તો પણ એકદમ ભંગાર હાલત માં હોવાથી વિદ્યાર્થીઓ માટે અને જાહેર જનતા માટે માથાનો દુખાવો અને સમય નો બગાડ થાય છે અહીંના લોકો માટે પણ પાવીજેતપુર મુખ્ય બજાર હોવાથી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી તેમજ ખેતપેદાશોના વેચાણ અર્થે વારંવાર જવાનું થતું હોય છે તેમને પણ રસ્તો સારો ન હોવાને કારણે ઘણી જ અગવડતા ઓનો સામનો કરવો પડે છે. વધુમાં જણાવવાનું કે, લુણાજા કુંડલ થી વાયા સટૂંનથી પાવી જેતપુર રોડ ઉપર બસની સુવિધાઘણા લાંબા સમયથી માંગવામાં આવેલ છે તો પણ સત્તાવાળાઓ જણાવે છે કે, “તમારા રૂટ નો રસ્તો સારો નથી તેથી બસની સુવિધા ફાળવી શકાય તેમ નથી” તેમ જ આ રૂટ પર જે ખાનગી વાહનો ચાલે છે તે વધારે પડતું ભાડુ લઇ જાહેર જનતા ને લૂંટે છે અને વાહનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરી ને લઈ જતા હોય છે. જેથી ઘણીવાર અકસ્માતો થઈ જવાનો ભય પણ રહેતો હોય છે. અને મજબૂરી માં પ્રજા એ જીવ ના જોખમે મુસાફરી કરવી પડે છે તેથી તાત્કાલીક ધોરણે આ રસ્તો મરામત કરવામાં આવે અને બસ ની સુવિધા પણ મળતી થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે આ અંગે આંબાખૂટ ગામના આગેવાન વદેસિંગભાઈ રાઠવા દ્વારા ધારાસભ્ય થી લઈને સાંસદ સુધી અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી અને જાડી ચામડી ના આ સત્તાધીશો ના કાને અથડાઈ ને બધી રજૂઆતો પાછી પડે છે અથવા તો કચરા ટોપલી માં ફેંકાઈ જાય છે પણ ચૂંટણી ટાણે મોટા મોટા વચનો આપી પ્રજા ને છેતરી જતા આ નેતા ઓ ઉપરથી પ્રજાનો વિશ્વાસ ઉઠી જાય તે પહેલાં આ વિસ્તાર ના લોક પ્રતિનિધિઓ જાગૃત બની તાત્કાલિક આ રસ્તો બનાવવા માટે કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ