તા.૨૬-૦૯-૨૦૨૧ નેત્રંગ
નેત્રંગમાંથી બ્રેજા કારની ચોરી થવાથી પોલીસે ગુનો નોંધી કારની શોધખોળ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ-નમઁદા જીલ્લા સહિત દ.ગુજરાતમાં કોઇપણ ગુનાહિત પ્રવૃત્તિઓને આસાનીથી અંજામ આપવા નેત્રંગ એપી સેન્ટર ગણવામાં આવે છે.કારણ કે નેત્રંગ ચારરસ્તાથી માત્ર ૧૫ કિમી નમઁદા જીલ્લો,૧૨ કિમી સુરત જીલ્લો અને ૫૦ કિમીથી મહારાષ્ટ્ર રાજયનો સરહદી વિસ્તાર શરૂ થઇ જાય છે.મારમારી, ચોરી હત્યા,દારૂ પકડવાની ઘટના પ્રકાશ માં આવતી હોય છે
જેમાં ગતરોજ રાત્રીના અંધકારના સમયે નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ રોઝ ગારમેન્ટના આગળના ભાગે ઈમરાન આરીફ સરધારીયા સફેદ રંગની બ્રેજા કાર પાકિઁગ કરી હતી.રાત્રીના અંધકારના સમયે અજાણ્યા ઇસમોએ બ્રેજા કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બ્રેજા કારની ચોરી થયાનું માલુમ કાર માલીકને થતાં પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી.આ બાબતે કાર માલીકે નેત્રંગ પો.સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ઘટનાની ગંભીરતા જાણી અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરી થયેલ કારની શોધખોળ હાથધરી હતી.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો