તા.૨૧-૦૯-૨૦૨૧ નેત્રંગ
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલ સ્વામીનારાયણ મંદિરના ભવનમાં નેત્રંગ તાલુકા ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુંગજી અને પ્રદેશ હોદ્દેદારોને વાજતેગાજતે આદિવાસીઓ નૃત્ય સાથે સભાસ્થળે પહોંચ્યા હતા.જેમાં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ ઝધડીયા વિધાનસભા માટે અમારો ઉમેદવાર નક્કી છે, કમળ અને અટક બીજેપી છે.ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે,ઝઘડીયા,વાલીયા અને નેત્રંગ તાલુકામાં આઝાદી પછી પહેલી વખત ભાજપે સત્તા હાંસલ કરી છે.જીલ્લા અને તાલુકા પંચાયત જીત્યા પછી બીટીપીને ખતમ કરી દીધી છે.તેની વિચારસરણી અલગ જ છે.આદિવાસી હિન્દૂ નથી એવો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે.જેમાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ આકરા તેવરમાં હવે છોટુ છે ના મોટું છે.માત્ર મનસુખભાઈ છે.દેશ આખો રાષ્ટ્રપ્રેમથી નરેન્દ્રભાઈ સાથે જોડાય ગયો છે.આપણી જવાબદારી વધી ગઈ છે.
જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીએ તરૂણજી જણાવ્યું હતું કે,દુનિયાભરના આંતકવાદીઓની નજર આપણા પર છે.ભારતમાં આજે પણ અર્બન નક્સલ તો હજુ છે.જ્યા ભાજપ નબળી પડી ત્યાં રાષ્ટ્રવાદ નબળો પડ્યો છે.૪૦૦ વર્ષના ઝગડાને ખતમ કર્યો રામમંદિરનું નિર્માણ કર્યું છે.૩૭0 અને ૩૫ એ કલમ દેશ માટે કલંકરૂપ હતું.જેમાં મોટીસંખ્યામાં ભાજપના કાયઁકતૉઓ જોડાયા હતા
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો