November 21, 2024

ઝગડીયા GIDC માં આવેલ લાઈટ ના થાંભલા મોત ને આમત્રંણ આપી રહ્યા છે…વીજ વિભાગ ની ગમ્ભીર બેદરકારી..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ઝગડીયા માં આવેલ GIDC માં રોળ ની વચ્ચે ઉભા કરેલ વીજ થાંભલા ના ખુલ્લા બોર્ડ ના વીજવાયરો અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે… તંત્ર ની ઘોર બેદરકારી આવી રહી છે સામે…. સમગ્ર ઝગડીયા GIDC માં મોટા પાયે વીજ થાંભલા ના બોર્ડ ખુલી અવસ્થા માં હોવાના કારણે કોઈ ક પસાર થતા રાહદારી ને ખુલા પડેલા વાયરો માંથી વીજ કરંટ લાગે તો તેની જવાબદારી કોની….કરોડો ની કમાણી કરતા ઔધોગિક વસાહત માં સુવિધાઓ નો અભાવ જોવા મડી રહ્યો છે.. મોટી મોટી વાતો કરતી સરકાર અને CSR ના બનગા ફૂંકતી કમ્પનીઓ ને ખાલી તેઓ ની કમાણી માંજ રસ હોઈ તેમ લાગી રહ્યુ છે …

કેટલાય સમય થી જાણે કોઈ પણ વિદ્યુત વિભાગ દ્વવારા વીજ બોર્ડ ના કવર બંધ ન કરતા લોકો ના જીવ લેવા માટે ખુલ્લા મૂકી દેવાયા છે… તંત્ર ની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે… કે જો અબજો રૂપિયા ની કમાણી કરતા ઝગડીયા માં આવેલ વીજ કંપની ને શુ આ બાબતે જાન નથી? શુ ચોમાસા દરમિયાન પ્રિમોન્સૂન કામગીરી નથી કરવામાં આવી? અને જો કામગીરી કરવામાં આવી હતી તો કેમ આ ખુલા વાયરો ને બોર્ડ માં ફિટ નથી કરવામાં આવ્યા જો આ ખુલા વીજવાયરો ના કારણે કોઈ આગની મોટી દુર્ઘટના બને તો તેનો જવાદાર કોણ વીજ વાયરો ને ખુલા છોડી દેવું કેટલું યોગ્ય..તેવા સવાલ હાલ ઉભા થઈ રહયા છે…હવે વિદ્યુત વિભાગ આ ગંભીર બેદરકારી ને સત્વરે સુધારે તે જરૂરી બની ગયું છે...


Share to