September 9, 2024

* નેત્રંગ તાલુકાના ૧૨ ગામોના ખેડુતો-આગેવાનોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

Share to

* વાપીથી શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરીમાં જમીન સંપાદનના વળતરથી અન્યાય

* જમીનની માપણી સંતોષકારક નહીં થતાં ખેડુતો જમીન

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા,કંબોડીયા,ચાસવડ,ઝરણાવાડી,મૌઝા,કવચીયા,કાંટીપાડા,કોચબાર,ખરાઠા,કુંડ અને મોવી ગામની સીમમાં મોટાભાગની ૭૩-AA જમીનો આવેલ છે.કેન્દ્ર સરકાર વાપીથી શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગની નવીનીકરણના કામગીરીની શરૂઆત કરી છે.જમીન સંપાદનના વળતરથી ખેડુતોને અન્યાય થતો હોવાથી નેત્રંગ તાલુકાની ૧૨ ગામના ખેડુતો-આગેવાનોમાં ભારે રોષ જણાઇ રહ્યો છે.

જેમાં ગુજરાત સરકારે ૨૦૧૧ પછી નવી જંત્રીની જાહેરાત કયૉ બાદ આજદિન અમલમાં મુકી નથી,નવી જંત્રી રીવ્યુ કરાવી જરૂરી છે.નેત્રંગના બજારની બિન ખેતી જમીનના રૂ.૧૯,૦૦૦ ભાવ દસ્તાવેજમાં છે.તો ખેતીની જમીનમાં કેમ નહીં.જમીનની માપણી સંતોષકારક નહીં થતાં ખેડુતો જમીન સંપાદનથી અસમંજસની સ્થિતિમાં જણાઇ રહ્યા છે.જમીનનું યોગ્ય વળતર નહીં મળે તો ઘણા ખેડુતોની ટોલનાકામાં પુરેપુરી જમીન સંપાદન થતી હોવાથી ખેડુતો ઘરવિહોણા બની શકે છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગના જવાબદાર એજન્સીના અધિકારીઓ અને સરકારી ઓફિસમાં જે ગરીબ-લાચાર ખેડુતો સાથે જે દુર વ્યવહાર કરે જેવા ગંભીર આક્ષેપ સાથે નેત્રંગ તાલુકાના ચાસવડ ગામના મુકેશભાઈ પટેલની આગેવાનીમાં નેત્રંગ તાલુકાના ૧૨ ગામના ખેડુતો-આગેવાનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને સંબોધી મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.ખેડુતો-આગેવાનોને માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારતા તેના ઘેરા પ્રત્યાઘાટો પડ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed