December 26, 2024

*5મી સપ્ટેમ્બર શિક્ષકદિન* ૫મી સપ્ટેમ્બર ૨૦૨૪ ગુરુવાર ના રોજ આશ્રમશાળા સામરપાડા તા દેડીયાપાડા, જી. નર્મદા માં મહાન શિક્ષણવિદ, પૂર્વ રાષ્ટ્રપતિ ભારતરત્ન એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમશાળા સામરપાડા

Share to

*5મી સપ્ટેમ્બર શિક્ષકદિન*

મી સપ્ટેમ્બર ૨૦૨૪ ગુરુવાર ના રોજ આશ્રમશાળા સામરપાડા તા દેડીયાપાડા, જી. નર્મદા માં મહાન શિક્ષણવિદ, પૂર્વ રાષ્ટ્રપતિ ભારતરત્ન એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આશ્રમશાળા સામરપાડા માં ૧ થી ૮ ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરે છે તેમાંથી કુલ ૧૮ બાળકો શિક્ષક બનેલા તેમજ વસાવા સંતોષભાઇએ શાળા ના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. વિશેષમાં બાળકો નો એક પ્રસ્તાવ પટાવાળા પણ ૧થી૮ ધોરણમા હોવા જોઈએ તો પટાવાળા નું નામ પડતાં જ વિજયભાઇએ એ જવાબદારી ઉપાડી અને આંખો દિવસ તાસ પદ્ધતિ ના બેલ થી લઈને શિક્ષકોની બેઠક વ્યવસ્થા, બીજા કાર્યો ખૂબ જ ઉત્સાહથી કર્યા. શિક્ષક બનેલા 18 ભાઈઓ બહેનોએ ધોરણ ત્રણ થી આઠમા પિરિયડ પદ્ધતિ પ્રમાણે કામ કર્યું. દરેક બાળકે પોતપોતાનો વિષયપાઠ ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને કાળજીથી ચલાવ્યો દરેક બાળક ખૂબ જ ઉત્સાહમાં હતા દરેક બાળકે ક્લાસમાં એક શિક્ષક તરીકે ખૂબ જ સારી જવાબદારી નિભાવી બાળકો ભણાવવામાં તેમજ જવાબ મેળવવામાં ખૂબ જ કુશળ રહ્યા. તેમજ આખો દિવસ પિરિયડ પદ્ધતિ પ્રમાણે ક્લાસ ચલાવવામાં બાળકોએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. રિસેસના ટાઇમે શિક્ષક બનેલા બાળકોએ પોતાના પૈસે નાસ્તો મંગાવી પોતે કર્યો અને શાળાના કર્મચારીઓને પણ કરાવ્યો. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓની બધાના પ્રત્યે આવી સમુહભાવના જોઈ અમને બધાને ખૂબ આનંદ થયો. સાંજના ચાર વાગ્યા સુધી પિરિયડ પદ્ધતિ પ્રમાણે તાસ ચાલ્યા .
ત્યાર પછી ચાર વાગ્યે થી પાંચ વાગ્યા સુધી બધા જ વિદ્યાર્થીઓના પ્રતિભાવો લેવા માટે સમૂહ સંમેલન રખાયું સમૂહ સંમેલનમાં શિક્ષક બનેલા દરેક વિદ્યાર્થીએ પોતાને આખા દિવસ દરમિયાન થયેલા અનુભવો રજૂ કર્યા બધા જ સાંભળીને ખૂબ જ આનંદિત હતા તેમજ આચાર્ય બનેલા સંતોષભાઈએ આખા દિવસનો અહેવાલ ખૂબ જ સારી રીતે રજૂ કર્યો આ રીતે બાળકોનો સ્વયં શિક્ષક દિવસ ખૂબ જ સારી રીતે પસાર થયો બધા જ ને ખૂબ મજા આવી.


Share to

You may have missed