December 26, 2024

સરકારી વિનયન કોલેજ સાગબારાનું ગૌરવ યુનિવર્સિટી ક્રોસ કન્ટ્રી રમતમાં ડંકો વગાડ્યો :- આદિવાસી વિસ્તારનું નામ રોશન કર્યું

Share to

સાગબારા તારીખ 22,8,24

સુરત ખાતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સાગબારાનું નામ ગુંજયું હતું.આદિવાસી વિસ્તાર એવા સાગબારા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓએ ક્રોસ કન્ટ્રી રમતમાં વિજેતા બનતા કોલેજનું ગૌરવ વધાર્યું છે.

મળતી માહિતી મુજબ સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલુ સાલે રમતગમત ક્ષેત્રે સાગબારાની સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજનું નામ રોશન કર્યું છે. જેમાં ક્રોસ કન્ટ્રી દોડમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 41 જેટલી કોલેજોમાંથી 149 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.તેમાં સાગબારાની કોલેજના 3 ખેલાડીઓએ યુનિવર્સિટી ખાતે ઉત્કર્ષ દેખાવ કરી ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ પસંદગી પામ્યા છે.
વિપુલ રૂપસિંગ વસાવા ત્રીજા નંબરે આવી વ્યક્તિગત ચેમ્પિયનશીપ હાંસલ કરી છે.સાથે સાથે સાગબારાની સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓ અજય વસાવા,અનિલ વસાવા,મગન વસાવા,વિપુલ વસાવા,વિકાસ વસાવા અને મહેશ વસાવાએ યુનિવર્સિટી ખાતે સારો દેખાવ કરી કોલેજ ને ચેમ્પિયનશીપ અપાવી કોલેજનું નામ રોશન કર્યું છે.આ ખેલાડીઓની જીત પાછળ પી.ટી.આઈ હર્ષદા પટેલનો મુખ્ય સિંહ ફાળો છે.જે બદલ કોલેજના આચાર્ય ડો.ચેતનભાઈ ચૌધરી દ્વારા તમામને અભિનંદન પાઠવ્યા હતા.


Share to

You may have missed