તા.31/08/2021નેત્રંગ,
પ્રાપ્ત માહિતી મુજબ હાલ ચાલી રહેલ શ્રાવણ માસમાં જુગારીઓ શ્રાવણીયો જુગાર રમતા ઝડપાઇ છે. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે “કાટીપાડા ભગત ફળીયામા શાતીલાલભાઈ કારીયાભાઈ વસાવાના ઘરની આગળ ખુલ્લી જગ્યા માં લાઈટના અજવાળે કેટલાક ઇસમો ભેગા મળી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમેછે. ”
જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા
સ્થળ ઉપર કુલ-૦૮ આરોપી પકડાઈ ગયેલ તમામ આરોપીઓની અંગ જડતીમાથી રોકડા રૂપિયા ૯,૨૦૦/-
તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૫,૫૧૦/- મળી કુલ રોકડ રૂ.૧૪,૭૧૦/- તથા એક હિરો પેશન પ્રો મોટર
સાયકલ નંગ GJ 16 BP 3293 જેની કી..રૂ.૩૦,૦૦૦/-તથા મોબાઈલ નંગ-૭ કીરૂ ૧૫,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૬૦,૨૧૦/-નો મદ્દુામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરેલ છે
પકડાયેલ આરોપીઓ:-
(૧)મયદ્દુીન અહમદ ઉસ્માન શેખ રહે.જવાહર બજાર નેત્રંગ
(૨) દેવંદ્ર બાબુ વસાવા રહે.કોસ્યાકોલા નેત્રંગ
(૩) જયેશ રેશમાભાઈ વસાવા રહે.કોસ્યાકોલા નેત્રંગ
(૪) નગીન માધુ વસાવા રહે.કાંટીપાડા ભગત ફળીયુ નેત્રંગ
(૫) નરેશ રમેશ વસાવા રહે. કાંટીપાડા ભગત ફળીયુ નેત્રંગ
(૬) કિશન ડાહ્યા વસાવા ઉ.વ.૧૯ રહે. કાંટીપાડા ભગત ફળીયુ નેત્રંગ
(૭) વીનુ સોનજી વસાવા રહે.કાંટીપાડા ભગત ફળીયુ નેત્રંગ
(૮) સંજય મગન વસાવા રહે.કાટીપાડા ફોરેસ્ટ કંપની નેત્રંગ
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો