December 18, 2024

સૌરાષ્ટ્ર પ્રદેશે એક સનિષ્ઠ સત્યવાદી રાજનેતાની છત્રછાયા ગુમાવી છે,જુનાગઢ ના સત્ય અને મૂલ્યનિષ્ઠા નાં ભેખધારી પુર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુમ્મર નું 103 વર્ષનીવયે અવસાન

Share to



જુનાગઢ ના ૧૦૩ વર્ષ ની આવરદા પ્રાપ્ત પ્રખર રાષ્ટ્રવાદી, જાહેરજીવન દરમિયાન સરકારી ભથ્થા અસ્વિકૃત કરનાર રત્નાભાઇનો આત્મા દિવ્ય જ્યોત માં વિલીન
ખેડૂતો નાં મસીહા બની તત્કાલીન સરકાર સામે બંડ પોકારી ખેડૂતો પર લાદેલ લેવી કર નાબુદ કરાવ્યો
અન્નઅછતના દિવસોમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની આહલેક હતી કે અઠવાડિયે ઍક ટંક અનાજ ભોજન મા નહીં લેવું. આ વાત જીવન પર્યંત સ્વીકારીને રત્નાબાપા નો પરિવારને આજે પણ દર સોમવારે એક ટંક ભોજન નહીં કરવાની પ્રથા રત્નાબાપા નાં અંતિમ શ્વાસ સુધી ચાલુ રાખી લાલ બહાદુર શાસ્ત્રીને સમર્પિત શ્રદ્ધભાવ વ્યકત કરે છે

જુનાગઢ તા.૧૨, સૌરાષ્ટ્રની ધરા પરથી આજે શતાયુ ઉમર પાર કરી ચૂકેલા પ્રખર રાષ્ટ્રવાદી મૂલ્યનિષ્ઠ રાજનીતિજ્ઞ, ખેડૂતોના મસિહા પૂર્વ ધારાસભ્ય એવા રત્નાભાઇ મનજીભાઈ ઠુંમરનું આજે ૧૦૩ વર્ષની ઉંમરે દેહાવસાન થતાં સૌરાષ્ટ્ર પ્રદેશે એક સનિષ્ઠ સત્યવાદી રાજનેતાની છત્રછાયા ગુમાવી છે,
અત્રે ઉલ્લેખનીય છે કે સોરઠ પ્રદેશમાં વસવાટ કરતા મૂલ્ય નિષ્ઠ રાજનીતિજ્ઞોમાં સૂર્યકાંતભાઈ આચાર્ય કે જેઓ વનવાસી ક્ષેત્રમાં વન બંધોના કલ્યાણ અર્થે જીવન પર્યંત પોતાની જિંદગી ખર્ચી હતી, અને સોરઠમાં ખેડૂતો પર અગાઉની સરકારોએ લાદેલી લેવી પ્રથા એટલે કે લેવીકરને નાબૂદ કરવા માટે જેમણે લોકલડત ને અંજામ આપ્યો હતો એવા પ્રખર સત્યનિષ્ઠ રત્નાભાઇ ઠુંમર પ્રધાનમંત્રી શ્રીના અંગત વર્તુળ પૈકીના આત્માઓ રહ્યા છે. આજે રત્નાભાઇએ ૧૦૩ વર્ષની ઉંમરે પોતાના વિશાળ પરિવારને વિલાપ કરતો મૂકીને વૈકુઠ તરફ પ્રયાણ કર્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર પ્રદેશે એક મૂલ્યનિષ્ઠ નેતૃત્વની ખોટ પડી છે ,અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય કારકિર્દી દરમિયાન રત્નાભાઇ ઠુમરે સરકારની તિજોરીમાંથી ક્યારેય એક પણ પૈસાનો ભથ્થાનો સ્વીકાર કર્યો નથી,ધારાસભ્ય પદે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ સામાન્ય એસટી બસમાં જ ગાંધીનગર ખાતે જવા આવવાની નેમ રાખી હતી. રત્નાભાઈએ લાલ બહાદુર શાસ્ત્રીના અઠવાડિયે એક ટંક અને અન્ન ત્યાગની વિભાવનાને જીવન પર્યંત સ્વીકારીને પોતાના પરિવાર સાથે દર સોમવારે એક ટંક ભોજન નહીં સ્વીકારવાની પ્રથા કાયમી અમલ બનાવી રાખી હતી. આ જ રીતે રત્નાભાઇએ પોતાના માતૃશ્રી જીવી બાના સ્મરણ અર્થે પોતાની પાસે એક અલગ આવકનો સોર્સ જાળવાઈ રહે તે માટે જમીન રાખી તેમાંથી ઉત્પાદિત ખેત ઉત્પાદનમાંથી થતી આવક ગામની વિધવા ત્યકતા બહેનોના કલ્યાણ અર્થે, ગરીબ બાળકોના શિક્ષણ અર્થે, ગામની ગૌશાળા ના દાન માટે, અને જરૂરીયાત મંદ પરિવારોને અન્ન વિતરણ થઈ શકે તે દિશામાં સત્કાર્ય કરતા રહ્યા છે. ત્યારે તેઓએ પ્રધાનમંત્રીશ્રી ની હાકલને સાંભળીને કોરોના કાળે પ્રધાનમંત્રી શ્રી ના ફંડમાં એકાવન હજાર રૂપિયાની નિધિ અર્પણ કરી હતી. ભગવાન શ્રીરામના નીજ મંદિર ના નિર્માણ છે ૨૫૦૦૦ રૂપિયાનું અનુદાન જોડયુ હતું.તો સૈનિક વેફર કલ્યાણ ફંડમાં બીપીન રાવતના સ્મરણાર્થે પોતે ૫૧૦૦૦ની નિધિ લખાવીને સત્કાર્યમાં પોતાનો હિસ્સો જોડયો હતો. આમ રત્નાભાઇ ઠુંમર આજે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે તેમના ચીરકાલીન કાર્યો આ સમાજને નવો રાહ ચિંધતા રહેશે અને તેમના પથ પર ચાલવા આજના યુવાનોને નવી પ્રેરણા મળતી રહેશે. ભગવાન દિવંગત રત્નબાપા ઠુંમરના આત્માને ચિર ગતી પ્રદાન કરે એવી પ્રાર્થના આજે તેમના લાખો શુભચિંતકો વ્યક્ત કરી રહ્યા છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed