December 22, 2024

નેત્રંગ નગરમા એક મતદાન મથક પાસેજ રાજય ધોરીમાર્ગ ઉપર જીવલેણ વિકાસ નો ખાડો.નેત્રંગ – અંકલેશ્વરને જોડતો આ રોડથી આમજનતા સાત સાત વર્ષ થી હેરાનપરેશાન છે.ચુટણી પ્રચાર મા પ્રજાને હથેળીમા ચાંદ બતાવી દીધો રોડ મંજૂર થઈ ગયો છે.

Share to



નેત્રંગ. તા.૩૦-૦૪- ૨૪.

આગામી સાતમી એપ્રિલ ના રોજ લોકસભાની ભરૂચ બેઠક માટે મતદાન માટેની વહીવટી તંત્ર થકી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવા સંજોગોમા નેત્રંગ નગર મા એક મતદાન મથક આગળ જ રાજ્ય ધોરીમાર્ગ ઉપર વિકાસનો ઉડો જીવલેણ ખાડો મતદાતાઓ માટે જીવલેણ સાબીત થાય તે પહેલા નફ્ફટ તંત્ર દ્રારા પુરવામા આવશે કે કેમ??? તે તો લોકસભાના ઉમેદવારોનેજ ખબર ?
લોકસભાની ચુંટણી ના માંદ સાત દિવસનો સમય ગાળો બાકી રહ્યો છે. તેવા સંજોગોમા ચુંટણી પંચ થકી તમામ પ્રકાર ની તડામાર તૈયારીઓ કરી આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે.
લોકો મોટી સંખ્યા મા મતદાન કરે તે માટે અથગ પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. મતદાતાઓને કોઈ પણ જાતની તકલીફ ના  પડે તેની પણ તકેદારી રાખવામા આવી રહી છે.
ત્યારે નેત્રંગ વાલીઆ રોડ ઉપર ભક્ત હાઇસ્કુલ ખાતે બે જેટલા મતદાન મથકો આવેલ છે. નેત્રંગ અંકલેશ્વર ને જોડતો રાજય ધોરીમાર્ગ ને અડીને આ મતદાન મથકો આવેલ છે. ત્યારે તેના પ્રવેશ દ્વાર ની સામે જ જીવલેણ ઉડો ખાડો વિકાસની ચાડી ખાતો દેખાઇ રહ્યો છે.
અંકલેશ્વર- નેત્રંગ રોડ ની નફ્ફટ તંત્ર ને લઇ ને છેલ્લા સાત સાત વર્ષ થી એટલી બધી બદતર હાલત થઈ ગઈ છે, કે આમજનતા તોબા પોકારી ઉઠી છે.

જીલ્લા કલેક્ટર નેત્રંગ ની મુલાકાત લે છે. તો રોડની હાલત ને લઇ ને આઠ થી દસ કિ.મી નો ફેરાવો ફરી ( ડહેલી, કબીર ગામ , ચાસવડ  ) આવતા હોવાના કારણે પ્રજાને પડી રહેલી તકલીફો થી ખરેખર અજાણ છે.

નેતાઓ હાલતો રોડ પાસ થઈ ગયોનો પ્રચાર કરી રહ્યા છે. ક્યારે બનશે તેનુ કોઈ ઠેકાણુ નથી. ત્યારે જીલ્લા કલેક્ટર, માગૅ-મકાન વિભાગ ના ઉચ્ચ જવાબદાર અધિકારીઓ હાલ મે, જુન એમ બે માસ માટે પણ મરામત ની સારી કામગીરી કરાવે તેવુ પ્રજામા ચાલી રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed