December 22, 2024

નેત્રંગ પોલીસે કતલખાને લઈ જવાતા 15 ગૌ વંશને બચાવી ટ્રક ચાલક સહિત બેને 10.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

Share to



નેત્રંગ પોલીસે સેવા સદન પાસે વોચ ગોઠવી અંકલેશ્વર તરફથી મહારાષ્ટ્ર જતી ટ્રક નંબર-જી.જે.31.ટી.2573ને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ક્રૂરતા પૂર્વક બાંધેલ 15 જેટલા ગૌ વંશ મળી આવ્યા હતા પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવી પશુઓને ભરુચ પાંજરાપોળ ખાતે મોકલી આપી રાજસ્થાનના બારમેર જિલ્લાના ભુનીયા ગામમાં રહેતો ટીઆરકે ચાલક સુભાનખાન ઉસ્માન અલીખન છંછર અને લક્ષ્મણ કુંભારામજી ખેત્તારામજી ગર્ગને ઝડપી પાડી બંનેને પશુઓ અંગે પૂછપરછ કરતાં તે ગૌ વંશ ડિશાના ધાનપૂર ખાતેથી જાવેદ પઠાણએ ભરી મહારાષ્ટ્ર ખાતે કતલખાને લઈ જતાં હોવાનું કબૂલાત કરી હતી પોલીસે 75 હજારના પશુ અને 10 લાખનો ટ્રક મળી કુલ 10.85 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed