વિનાશકાળે વિપરીત બુદ્ધિ પ્રમાણે ચૈતર વસાવાના નિવેદનો આવી રહ્યા છે. જેમ રાવણનો અંત નજીક હતો ત્યારે તેનો અહંકાર ચરમસીમાએ આવી ગયો હતો તે રીતે ચૈતર વસાવા નો અહંકાર ધીમે ધીમે વધતો જાય છે. અતિની ગતિ ક્યારેય નથી તેમનો અંત હવે નજીક છે. વિશ્વના સૌથી શ્રેષ્ઠ નેતા નરેન્દ્ર ભાઈ મોદી સાથે સરખામણી કરવું એ મૂર્ખામી છે. ભરૂચ લોકસભામાં ભાજપા જ જીતશે કોઈ પણ ઉમેદવાર હોય ચૈતર વસાવા ને હરાવવા અમે તૈયાર છીએ.પોતાના મોઢે પોતાના વખાણ કરી અહમ્ પાળવો એટલે પતન તરફ વળવું.. ચૈતર વસાવાને હવે ખબર પડી ગઈ છે કે કોઈ હિસાબે તે ભરૂચ લોકસભામાં જીતશે નહિ આથી આડા અવળા નિવેદન આપીને સમાચારોમાં આવવા માંગે છે. આ અભિમાન ચૈતર વસાવા ના પતનની નિશાની છે. ચૂંટણી નિવેદનો થી નહિ કાર્ય થી જીતી શકાય છે. ભાજપ સરકારે જનતા ની સેવા ના કાર્યો કર્યા છે નરેન્દ્રભાઇ મોદીજીએ સૌના હદયમાં સ્થાન બનાવ્યું છે એટલે ભરૂચમાં અમે સરળતાથી જીતવાના છીએ. ચૈતર વસાવા ને હરાવવા માટે અમે સક્ષમ છીએ . ભરૂચ અમે સરળતાથી નરેન્દ્રભાઇ મોદી ના નામ અને કામના આધારે જીતી જઈશું. મનસુખ વસાવા M.P ભરૂચ
More Stories
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ
જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં કરોડો રૂપિયાના નાણાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ ને જુનાગઢ પોલીસે દબોચી
જૂનાગઢના વંથલી વિસ્તારમાંથી સગીર વયની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર કરનાર ત્રણ ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢની વંથલી પોલીસ