December 22, 2024

તિલકવાડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલશ્રી કૌશિકભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ અંગે માર્ગદર્શન અપાયુ

Share to




રાજપીપલા, બુધવાર:- નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે આજરોજ વિદ્યાર્થીઓને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ વિશે ડેમોસ્ટ્રેશન થકી માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

તિલકવાડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલશ્રી કૌશિકભાઈ પરમારે જણાવ્યુ કે, નર્મદાના આયોજન મુજબ શાળા સપ્તાહની ઉજવણી કરવામા આવી રહી છે જેનાભાગ રૂપે આજરોજ ૧૦૮ નુ ડેમોસ્ટ્રેશન થકી માહિતી આપવામા આવી હતી. ખાસ કરીને હાલના સમયમાં ઘણીવાર દુર્ઘટનાઓ બનતી કે અકસ્માત સર્જાતા હોય છે. અને આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આવા સમયમાં શુ સાવધાની રાખવી અને બચાવ કામગીરી કેવી રીતે કરવી એની માહિતી પણ આપવામા આવી હતી.

ઉપરાંત આગની દુર્ગઘટના દરમિયાન ફાયર ફાઈટિંગ અને બચાવ માટે શુ કરવું જોઈએ. સાથે અલગ અલગ વિષયો પર આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી અંગે પ્રવૃત્તિ અને જાગૃતિ કાર્યક્રમ કરીને ફાયર ફાયટીંગ, અક્સ્માત અને પ્રાથમિક સારવાર, વીજ સલામતી, શોધ અને બચાવ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેથી આવનાર સમયમાં જો કોઈ ઘટના બને તો બચાવ કામગીરીમાં વિદ્યાર્થીઓ મદદરૂપ થઈ શકે છે.


Share to

You may have missed