આદિવાસી સમાજ અને કોંગ્રેસી આગેવાનો દ્વારા આજે જનનાયક ભગવાન બિરસમુંડાની જન્મ જ્યંતીએ નેત્રંગમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આદિવાસી પેહરવેશ, પરંપરાગત વાધ્યો, નૃત્ય અને ડી.જે. ના તાલે ભરૂચ, નર્મદા ઉપરાંત સમગ્ર આદિવાસી પટ્ટા પરથી માનવમહેરામણ ઉમટી પડતા નેત્રંગ ઉજવણીના રંગે રંગાઈ ગયું હતું.વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા સહિત આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં બીરસામુંડાની તસ્વીરને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.નેત્રંગના 96 ગામો અને કોંગ્રેસ દ્વારા બનવાયેલી સમિતિ દ્વારા બિરસમુંડાની પ્રતીમાને ચાર રસ્તા ખાતે અનાવરણને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. જેમાં એક ડીવાયએસપી, એક પીઆઈ, 3 પીએસઆઈ અને 117 પોલીસ જવાનોને મુકવામાં આવ્યા હતા.
નેત્રંગ નગરના તમામ માર્ગો ઉપર ઉજવણી અને રેલીના ધમધમાટ વચ્ચે આદિવાસી સમાજનું ઘોડાપુર જોવા મળ્યું હતું. હજારો આદિવાસી ભાઈઓએ કલાકો સુધી મનમૂકીને ઝૂમી જનનાયકની જન્મ જ્યંતીના વધામણાં કર્યા હતા.
આખરે કોઈપણ જાતના વિવાદ વિના ચાર રસ્તાની બાજુમાં બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્ય અનંત પટેલ,આગેવાન શેરખાન પઠાણ,સંદીપ માંગરોલા નરપત વસાવા અને રાજ વસાવાના હસ્તે અનાવરણ વિધી સંપન્ન કરવામાં આવી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…