December 21, 2024

નેત્રંગના મોવી ખાતે દુકાનદાર પર હુમલો કરનારા બે આરોપીને દોઢ વર્ષની કેદ, લઘુમતી કોમના યુવાનોએ મારામારી કરી હતી,

Share to




ગત તારીખ 21 જુલાઈ 2021ના રોજ મોવી ત્રણ રસ્તા પાસે ફરીયાદીની દુકાન બાજુમાં બે યુવાનો લઘુશંકા કરતા હોય દુકાન બહાર નીકળી ફરિયાદી એ પીકઅપ સ્ટેન્ડના પાછળના ભાગે લઘુશંકા કરવા જવા જણાવતા નેત્રંગ રહેતા મોહસીનખાન પઠાણ, હનીફભાઈ મહંમદભાઈ મકરાણીએ
વ્હીલ ગાડીમાંથી હોકી લાકડી કાઢી લાવી ફરીયાદીને ગમેતેમ રોજ અપશબ્દો બોલી આ સરકારી પીકઅપ સ્ટેન્ડ તારા બાપની માલીકીનું નથી અમે ગમે ત્યાં લઘુશંકા કરી તુ કોન અમોને કહેવા વાળો કહી જાતિવિષયક અપશબ્દો બોલી ઝગડો કર્યો હતો. 10–15 મીનીટ બાદ પાંચ સાત લોકોને તેડી ફોર વ્હીલ ગાડીમાં આવી ગેરકાયદેસર મંડળી રચી પાઈપો, લાકડીઓ વડે હુમલો કરી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી સાથેના ધર્મીલાબેનને હાથ પકડી ખેંચી માર માર્યો હતો. જે કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ પ્રવિણ પરમારની દલીલો માન્ય રાખી બંને ને દોઢ વર્ષની કેદની સજા અને 2500 રૂપિયા દંડ ફરમાવ્યો છે.


Share to

You may have missed