December 23, 2024

અબડાસા તાલુકાના પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર શ્રી કે જે વાઘેલા સાહેબ ના અધ્યક્ષ સ્થાને સંકલન મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.

Share to

*લોકેશન નલિયા*


*જેમાં મામલતદાર સાહેબ શ્રી ટીડીઓ સાહેબ શ્રી જિલ્લા પંચાયત ના સદસ્યો તેમજ તાલુકાની સમગ્ર ટીમ હાજર રહી હતી.*

*આ સંકલન મિટિંગમાં વિવિધ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.*

*જેમાં નલિયા થી અબડા દાદા*સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવા તથા તે અંગે યોગ્ય નિયમ કરવા બાબત સંબંધીત ને સુચના અપાઈ હતી, નલિયા ગટર લાઈન બાબતે કાર્યવાહી કરવા તથા સ્વચ્છતા રાખવા તથા નલિયા કોઠારામાં ટ્રાફિક નિયમની કાર્યવાહી કરવા સંબંધિતને સુચના અપાઈ હતી, અબડાસા તાલુકામાં દારૂબંધીનું યોગ્ય પાલન થાય તથા પગલાં લેવા યોગ્ય કાર્યવાહી કરવા સંબધિતને સુચના અપાઈ હતી, પીવાના પાણી સિંચાઈના પાણી બાબતે યોગ્ય નિયમ કરવા કરવા સૂચના આપી હતી, ગૌચર બાબતે યોગ્ય કાર્ય કરવા સૂચના અપાઈ હતી, લાઈટ નિયમિત સંદર્ભે પીજીવીસીએલને કાર્યવાહી અર્થે સુચના અપાઈ હતી, સરકારી મિલકત જાળવણી નિયમિત બાબતે સૂચના અપાઈ હતી .*


*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.*


Share to

You may have missed